મિડલ ઇસ્ટ તનાવને લઇ ઇંધણના ભાવ વધતા વિશ્ર્વની અગ્રણી એરલાઇન્સ કંપનીઓ દ્વારા ફ્લાઈટ્સમાં કાપ શરૂ કર્યો

આગામી મહિનાઓ વિશ્ર્વભરના હવાઈ મુસાફરો માટે અત્યંત પડકારજનક સાબિત થઈ શકે છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ તેમજ હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આની સૌથી મોટી અને સીધી અસર જેટ ઇંધણ પર પડી છે, જેના કારણે વિશ્ર્વની અગ્રણી એરલાઇન્સ કંપનીઓની આર્થિક સ્થિતિ કથળી રહી છે.
ઇંધણના વધતા ખર્ચને પહોંચી વળવા માટે ન્સ્, યુનાઇટેડ એરલાઇન્સ, લુથાન્સા અને કેથે પેસિફિક જેવી દિૃગ્ગજ એરલાઇન્સે તેમના ઓપરેશનમાં કાપ મૂકવાની શરૂઆત કરી દૃીધી છે. ડેટા અનુસાર, મે મહિનામાં વૈશ્ર્વિક લાઇટ ક્ષમતામાં ૩% નો ઘટાડો નોંધાયો છે. ઘણી કંપનીઓએ વધુ ઇંધણ વાપરતા જૂના વિમાનોને ગ્રાઉન્ડેડ (સેવા બહાર) કરી દૃીધા છે, જેથી ખર્ચ પર નિયંત્રણ લાવી શકાય.
લાઇટ્સની સંખ્યા ઘટતા સીટોની ઉપલબ્ધતા ઓછી થઈ છે, જેનું પરિણામ વિમાનના ભાડામાં જંગી વધારા તરીકે જોવા મળી રહૃાું છે. ઘણી એરલાઇન્સે લાંબા અંતરની લાઇટ્સ પર ઇં૪૦૦ (આશરે ?૩૩,૦૦૦) સુધીનો વધારાનો ઇંધણ સરચાર્જ લગાવવાનું શરૂ કર્યું છે. આનાથી મધ્યમ વર્ગના મુસાફરો માટે હવાઈ સફર એક લક્ઝરી બની રહી છે.સૌથી િંચતાજનક બાબત એ છે કે એરલાઇન્સ હવે એવા રૂટ બંધ કરી રહી છે જે આર્થિક રીતે ઓછા નફાકારક છે. આના કારણે નાના શહેરો અને વિકાસશીલ દૃેશોની વૈશ્ર્વિક કનેક્ટિવિટી કપાઈ રહી છે. યુરોપમાં જેટ ઇંધણનો સ્ટોક મર્યાદિૃત હોવાની ચેતવણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આપી છે, જે સૂચવે છે કે આગામી ઉનાળાની મુસાફરી સીઝન પ્રવાસીઓ માટે મુશ્કેલ બની શકે છે.

રિલેટેડ ન્યૂઝ