યુક્રેન સૈન્યએ રશિયન સરકારી ન્યુક્લિયર કંપની રોસોટમે મટ્ઠષ્ઠૂકેલા આરોપને નકાર્યો
યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ઢર્ટ્ઠિૈડરડરૈટ્ઠ પર ફરી એકવાર સંકટના વાદૃળો ઘેરાયા છે. રશિયાની સરકારી ન્યૂક્લિયર કંપની રોસાટોમે દૃાવો કર્યો છે કે શનિવારે યુક્રેનના એક કામિકાઝે ડ્રોને પ્લાન્ટ પર હુમલો કર્યો છે. જોકે, બીજી તરફ યુક્રેનના સૈન્યએ આ દૃાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને તેને માત્ર રશિયન ’પ્રોપેગન્ડા’ ગણાવ્યો છે.રોસાટોમના વડા એલેક્સી લિખાચેવે જણાવ્યું હતું કે, બપોરે યુક્રેનના એક કામિકાઝે ડ્રોને પાવર યુનિટ નંબર ૬ની ટર્બાઇન હોલની ઇમારત પર હુમલો કર્યો, જેના કારણે ત્યાં વિસ્ફોટ થયો હતો. રશિયાના મતે, આ હુમલો જાણીજોઈને કરવામાં આવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં ન્યૂક્લિયર પ્લાન્ટના કોઈ પણ મુખ્ય સાધનોને નુકસાન થયું નથી, પરંતુ ટર્બાઇન હોલની દૃીવાલમાં એક મોટું કાણું પડી ગયું છે. યુક્રેનની સેનાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહૃાું છે કે, યુક્રેનિયન સૈનિકો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદૃાનું કડક પાલન કરે છે અને ન્યૂક્લિયર સુવિધાઓને નિશાન બનાવવાથી થતી ગંભીર અસરો વિશે સારી રીતે જાગૃત છે. યુક્રેનનું કહેવું છે કે, જે વિસ્તારની વાત કરવામાં આવી રહી છે ત્યાં કોઈ જ પ્રકારની સક્રિય લડાઈ ચાલુ નથી અને કોઈ પણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઝાપોરિઝ્ઝ્યા પ્લાન્ટ માર્ચ ૨૦૨૨થી રશિયાના કબજામાં છે અને તે યુદ્ધના મોરચાની અત્યંત નજીક આવેલો છે. છેલ્લા ચાર વર્ષથી ચાલતા આ યુદ્ધમાં આ પ્લાન્ટ પર અવારનવાર હુમલા થતા રહૃાા છે, જે સમગ્ર વિશ્ર્વ માટે પરમાણુ દૃુર્ઘટનાનો મોટો ભય ઊભો કરે છે.
