યુદ્ધવિરામના સમયગાળા દૃરમિયાન બંને દૃેશો ઈરાનના વિવાદૃાસ્પદૃ પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના જથ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરશે
છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં હવે કૂટનીતિના નવા પવન ફૂંકાઈ રહૃાા છે. હજારો કિલોમીટર દૃૂર ચાલી રહેલા આ જંગે વિશ્ર્વના ઓઈલ માર્કેટ અને સુરક્ષા સમીકરણોને હચમચાવી દૃીધા હતા, પરંતુ હવે એક આશાનું કિરણ દૃેખાઈ રહૃાું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ૬૦ દિૃવસના યુદ્ધવિરામ અને પરમાણુ મંત્રણા ફરી શરૂ કરવા માટે એક પ્રાથમિક સમજૂતી સધાઈ હોવાના અહેવાલો છે.અમેરિકન રિપોર્ટ્સ અનુસાર, આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ૬૦ દિૃવસ સુધી યુદ્ધવિરામને લંબાવવાનો છે. આ સમયગાળા દૃરમિયાન બંને દૃેશો ઈરાનના વિવાદૃાસ્પદૃ પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના જથ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરશે. આ કરારનું સૌથી મોટું પાસું એ છે કે ઈરાન પરમાણુ હથિયારો ન બનાવવા માટે કમિટમેન્ટ આપે તેવી શક્યતા છે. વિશ્ર્વના ઓઈલ સપ્લાય માટે સૌથી મહત્વનો ગણાતો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે આ મંત્રણાના કેન્દ્રમાં છે. કરાર મુજબ, આ જળમાર્ગ પર શીિંપગ ‘મુક્ત બનાવવામાં આવશે. ઈરાનને ૩૦ દિૃવસમાં માઈન્સ હટાવવાની શરત રાખવામાં આવી છે. બદૃલામાં, અમેરિકા તેના નૌકાદૃળ દ્વારા લાદૃવામાં આવેલા બ્લોકેડને તબક્કાવાર હળવું કરશે. જોકે બુધવારે અને ગુરુવારે બંને દૃેશો વચ્ચે ફરીથી સૈન્ય સંઘર્ષ જોવા મળ્યો હતો. કુવૈતમાં અમેરિકન બેઝ પર ઈરાનનો મિસાઈલ હુમલો અને બદૃલામાં અમેરિકાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. હાલના તબક્કે, આ એક માત્ર કામચલાઉ સમજૂતી છે, કોઈ અંતિમ શાંતિ કરાર નથી.
