રૂબિયોની યાત્રા: ભારતને પોતાની તરફ લેવાનો અમેરિકાનો પ્રયાસ

ભારત-યુએસ સંબંધમાં પાછલી કેટલીક ઘટનાઓએ ભારતની િંચતાઓ વધારી હતી પણ એવામાં રૂબિયોની યાત્રા ડેમેજ કન્ટ્રોલ મિશન બની ગઇ

અમેરિકાના વિદૃેશ મંત્રી માર્કો રૂબિની ભારત યાત્રા એવા સમયે થઇ કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક પ્રકારની અસહજતા જોવા મળી રહી છે. પરંપરાગત રીતે – તે ઇન્ડો-પેસિફિક સપોર્ટ અને ક્વોડ માળખાને મજબૂત કરવાની યાત્રા બતાવવામાં આવી છે,પરંતુ વાસ્તવિક ઉદ્દેશ્યથી તેના કરતાં કંઇક મોટુ છે.- રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં બંને વચ્ચે વચ્ચે પેદૃા થયેલ રણનીતિને ઓછી કરવી અને ભારત માટે તેનો વિશ્ર્વાસ આપવો કે વોિંશગટન હવે એશિયામાં નવી દિૃલ્હીને તેની મુખ્ય ભાગીદૃાર શક્તિ માને છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલીક ઘટનાઓ સાથે ભારતની િંચતા વધી છે. અમેરિકી ટેરિફ નીતિએ ભારતીય નિકાસને પ્રભાવિત કરી છે, પાકિસ્તાન સાથે વોિંશગ્ટનની સક્રિયતા વધે છે, ચાઇના પ્રત્યે ટ્રમ્પનું વલણ અપેક્ષાકૃત નરમ દૃર્શાવે છે અને ઇરાન પર પણ બંને દૃેશોના વિચારોમાં અંતર આવે છે. જેમ કે રૂબિયોની યાત્રા એક રીતે જોતાં ડેમેજ કન્ટ્રોલ મિશન બની ગઇ છે એમ જો કહીએ તો તેમાં જરાયે ખોટુ નહીં ગણાય. પીએમ નરેન્દ્ર મોદૃી સાથે તેમની વાતચીતમાં ઊર્જા સુરક્ષા, વ્યાપાર, સપ્લાય ચેન અને નવી તકનીકો પર ચર્ચા થઇ , પરંતુ અસલી િંચતા તે હતી કે ભારત આ પરિણામનું એવુ નિષ્કર્ષ ન લે કે અમેરિકાની પસંદૃગીમાં કોઇ ફેરફાર થાય છે. અમેરિકાની અગ્રતા બદૃલાઇ રહી છે. રૂબિયોએ વારંવાર કહૃાું કે ’ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજીમાં ભારત અમેરિકાની આધારશિલા છે. આ માત્ર કોઇ કૂટનિતિકવાળુ નિવેદૃન નહોતું પરંતુ ભારતની વધતી આશંકાને શાંત કરવાનો એક પ્રયાસ હતો. ટ્રમ્પની હાલની બૈિંજગ યાત્રા અને ચીન સાથેના સંવાદૃને લઇને નવી દિૃલ્હીમાં આ પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે શું અમરિકા અંતમાં ચીનની સાથે રહીને કોઇ સમાધાન કે સંમજૂતિની તપાસ કરી રહૃાું છે કેમ.
જો કે ભારત પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે, તે એશિયામાં ચીનના સમતુલનની ભૂમિકા નિભાવે.બીજી તરફ, ઈરાન કટોકટીના સમયગાળા દૃરમિયાન, પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો વધવાને લઇને ભારતમાં જુની આસંકા ફરીથી ઉભરી આવી કે વોિંશગ્ટિન ક્યાંક ફરીથી દૃક્ષિણ એશિયામાં હાઇફનેશનની નીતિ તરફ તો પરત ફરી રહૃાું નથી ને…
રૂબિયોએ આ જ આશંકાઓને ઓછી કરવા માટે કેટલાક પ્રતિકાત્મક ઇશારાઓ પણ બતાવ્યાં. તેમણે કહૃાું કે વિદૃેશ મંત્રી બન્યા બાદૃ તેમની પહેલી બેઠક ક્વાડ સંગઠન સાથે જોડાયેલી છે. તેમણે મોદૃીને વ્હાઇટ હાઉસ આવવાનું નિમંત્રણ પણ આપ્યું આ સંદૃેશાઓનો ઇરાદૃો સ્પષ્ટ છે. હાલના તનાવો છતાં અમેરિકા ભારતને પોતાની એશિયાઇ રણનીતિનું કેન્દ્ર માને છે. આ યાત્રામાં ઉર્જા કીટનિતિ સૌથી મહત્વનનું પહેલ બનીને ઉભરી આવ્યું છે. પ. એશિયા સંક્ટ અને હોર્મુઝ ખાડીને કારણે અસ્થિરતામાં ભારતની ઉર્જા સુરક્ષાને પ્રત્યક્ષ રીતે અસર કરી છે. ભારતને તેના ૮૦ ટકાથી વધુ ઊર્જાની જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે.તેથી તેલ પુરવઠામાં સર્જાયેલા સંક્ટને કારણે તેની સીધી અસર મોંઘવારી અને વ્યવસ્થા પર પડી રહી છે. રૂબિયો આ સંકટ વચ્ચે અમેરિકાની ઉર્જા નિકાસ માટે ભારતને વિકલ્પો તરીકે રજૂ કર્યું છે.એટલે કે ભારત ઇચ્છે તો અમેરિકા પાસેથી તેલ ખરીદૃી શકે છે.
તેમણે કહૃાું કે અમેરિકન તેલ અને ગેસ ભારતની ઊર્જા પુરવઠો વિવિધ બનાવી શકે છે. જોકે રુબિયોનું એ નિવેદૃન કે અમેરિકન ઈરાન માટે ’વૈશ્ર્વિક ઊર્જા બજારના બંધક’ નહીં બનાવે તે નિવેદૃન ભારત માટે એક જટિલ સંકેત પણ હતો. ભારતે હંમેશા ઇરાન સાથે સંબંધ રાખ્યા છે, ચાબહાર બંદૃર જેવી સ્ટ્રેટેજી પ્રોજેકટ અને એનર્જી હિત તેની સાથે જોડાયેલુ છે. તેથી નવી દિૃલ્હી સામે પડકાર છે કે તે તેની સાથે અમરિકા સાથે જોડાણ પણ બનાવે છે અને પશ્ર્ચિમ એશિયામાં તેની વ્યૂહરચના સ્વતંત્રતા પણ રાખે છે.

રિલેટેડ ન્યૂઝ