વિશ્ર્વની સૌથી દિૃગ્ગજ ઈ-કૉમર્સ અને આઈટી કંપની એમેઝોને આજે ભારતમાં પાંચ વર્ષમાં અબજો ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. એમેઝોનના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર એન્ડી જેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી સાથે મુલાકાત કર્યા બાદૃ ભારતમાં ૨૦૨૬થી ૨૦૩૦ વચ્ચે ૪૮ અબજ ડૉલરનું રોકાણ કરવાનો નિર્ણય લીધોછે.
એન્ડી જેસીએ કહૃાું કે, અમે ૨૦૧૦થી અત્યાર સુધીમાં ભારતમાં ૪૦ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. અમે ગત વર્ષના અંતે જાહેરાત કરી હતી કે, ૨૦૨૬થી ૨૦૩૦ વચ્ચે ભારતમાં ૩૫ અબજ ડૉલરનું રોકાણ કરીશું. હવે અમે આ રકમમાં વધારો કરીએ છીએ. અમે હવે પાંચ વર્ષમાં ૪૮ અબજ ડૉલરનું રોકાણ કરીશું.
એમેઝોનનો ભારતમાં રોકાણ કરવાના નિર્ણયથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં વધતી માંગ પુરી થશે. આ જાહેરાત બાદૃ દૃેશમાં ૨૦૧૦થી ૨૦૩૦ સુધીમાં એમેઝોન દ્વારા કુલ રોકાણ કરવાની પ્રતિબદ્ધતા ૮૮ અબજ ડૉલર સુધી પહોંચી જશે. કંપની ઈ-કોમર્સ નેટવર્ક, કોમર્શિયલ ઓપરેશનલ, ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ રોકાણ કરશે.
એમેઝોનના સીઈઓએ વડાપ્રધાન મોદૃીના છેલ્લા ૧૨ વર્ષના કાર્યકાળની સફળતાની પ્રશંસા કરી છે. તેમણે કહૃાું કે, ભારત વિશ્ર્વના દૃરેક સેક્ટર અને દૃરેક બાબતોમાં મહત્ત્વનો દૃેશ બની ગયો છે. દૃેશને તમામ પાસાઓમાં શ્રેષ્ઠ બનાવવાના વડાપ્રધાન પાસે અનેક વિચારો છે.
