ઇરાનના કિશ ટાપુ તેમજ બે શહેરો પર અમેરિકાની એરસ્ટ્રાઇક

ઇરાનના કિશ ટાપુ, અબ્બાસ એદૃર અને બુશહર જોરદાર વિસ્ફોટોથી ધ્રુજ્યા

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજો પર થઈ રહેલા હુમલા વિશ્ર્વભરમાં મોટા તેલ સંકટ તરફ ઈશારો કરી રહૃાા છે. આ દૃરમિયાન ઈરાનના બુશેહર અને બંદૃર અબ્બાસ શહેર નજીક જોરદૃાર વિસ્ફોટ થયા છે. અમેરિકાએ ઇરાનના કિશ ટાપુ સહિત અન્ય વિસ્તારોમાં ભીષણ હુમલા કર્યા હતા જેમાં ઇરાનના ગ્ોસ અન્ો ઓઇલ ફેસિલિટીસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈરાન પણ આક્રમક મૂડમાં આવી ગયું છે. ઈરાનની સેનાએ સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું છે કે, અમેરિકાની ધમકી કે સૈન્ય કાર્યવાહીથી હોર્મુઝ ક્યારેય નહીં ખુલે.
ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દૃક્ષિણ-પશ્ર્ચિમ ઈરાનમાં આવેલા બુશેહરમાં (જ્યાં પરમાણુ મથકો આવેલા છે) ૪ સ્થળો પર અમેરિકી મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ઈરાનના સરકારી ટેલિવિઝને અહેવાલ આપ્યો હતો કે, દૃક્ષિણના શહેર બંદૃર અબ્બાસ નજીક ઓછામાં ઓછા ૫ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.

રિલેટેડ ન્યૂઝ