ઇરાને હોર્મુઝ અંગે અમેરિકા સામે રાખી મોટી શરત

ઓમાન સાથે ડીલ છતાં વૈશ્ર્વિક ટેન્શન વધારતા

ઈરાનના વિદૃેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે મોટું નિવેદૃન આપ્યું છે. ઈરાની મીડિયામાં પ્રકાશિત થયેલા તેમના નિવેદૃન મુજબ, ઈરાન હાલમાં ઓમાન સાથે નવા દૃરિયાઈ માર્ગ અંગે વાટાઘાટો કરી રહૃાું છે, અને આ નવા માર્ગ સંબંધિત નકશા તથા કરારની વિગતો બેઠકમાં સામેલ થનારા દૃેશો સાથે શેર કરવામાં આવશે. અરાઘચીએ જણાવ્યું કે, ઓમાનમાં યોજાનારી બેઠકનો મુખ્ય એજન્ડા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા નવા દૃરિયાઈ માર્ગની સ્થાપના કરવાનો રહેશે. જોકે, તેમણે મક્કમપણે જણાવ્યું હતું કે, ઓમાન સાથેનો આ કરાર કોઈપણ સંજોગોમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ફરીથી ખોલવાનો સંકેત આપતો નથી.
અરાઘચીએ ઉમેર્યું કે, ઈરાન તરફથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે એક ચોક્કસ શરત રાખવામાં આવી છે. આ માટે અમેરિકાએ ઈસ્લામાબાદૃ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ હેઠળ પોતાની જવાબદૃારીઓ અને પ્રતિબદ્ધતાઓ પર પાછા ફરવું પડશે. જ્યાં સુધી અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાની દિૃશામાં આગળ વધતું નથી, ત્યાં સુધી હોર્મુઝને ખોલવાનો કોઈ પ્રશ્ર્ન જ ઊભો થતો નથી.
ઈરાની અધિકારીઓએ તાજેતરના દિૃવસોમાં ઓમાન સાથે વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થતા દૃરિયાઈ માર્ગો અંગે ચર્ચા કરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્ર્વના સૌથી મહત્વપૂર્ણ શિિંપગ રૂટમાંથી એક છે અને આંતરરાષ્ટ્રીય ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનું છે.
રવિવારે જ માહિતી સામે આવી હતી કે, ઈરાન અને ઓમાન વચ્ચે એન્ટ્રી-એક્ઝિટ રૂટને લઈને સંમતિ બની ગઈ છે. દૃરમિયાન ઈરાનના એક જહાજ પર પણ હુમલાની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
પ્રાદૃેશિક સુરક્ષા અંગે ઈરાનનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરતાં અરાઘચીએ કહૃાું કે, ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ર્ચિત કરવાની પ્રાથમિક જવાબદૃારી માત્ર આ ક્ષેત્રના દૃેશોની જ હોવી જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ઓમાનમાં થનારી વાટાઘાટોથી આગળ જતાં પ્રાદૃેશિક દૃેશોના હિતો સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર પણ સકારાત્મક ચર્ચાનો માર્ગ ખુલશે.

રિલેટેડ ન્યૂઝ