નિષ્ણાત તબીબો દ્વારા હવાના પ્રદૃૂષણને લઇને ચેતવણી
૨૦૨૨માં ભારતમાં પીએમ-૨.૫ પ્રદૃૂષણના કારણે ૧૭ લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા
દેશમાં ફકત પાટનગર દિલ્હીના પ્રદુષણની ચિંતા થાય છે. પરંતુ મોટાભાગના મેટ્રો સીટી અને અનેક મહાનગરો સહિતના વિસ્તારોમાં પણ ભારે પ્રદુષણની સમસ્યા હજુ નજર અંદાજ થઈ રહી છે અને નિષ્ણાંતો માને છે કે દિલ્હીમાં પ્રદુષણના કારણે શ્ર્વાસ સંબંધી રોગ ધરાવતા દર્દીઓની સંખ્યા 20થી30 ટકા વધી છે અને તેમાં સૌપ્રથમ વખત હવે યુવાઓ પણ આ પ્રકારની બિમારીમાં સપડાવા લાગ્યા છે. હવાના પ્રદુષણને આરોગ્ય સામેનો સૌથી મોટુ જોખમ ગણાવતા એક અહેવાલમાં જણાવાયું હતું કે કોવિડ પછીની આ બીજી સૌથી મોટી આરોગ્ય કટોકટી એ હવાના પ્રદુષણના કારણે સર્જાઈ રહી છે જે લાંબાગાળા સુધી અસર કરશે. અનેક નિષ્ણાંતોએ જણાવ્યું કે મોટાભાગે હવાના પ્રદુષણથી જે કાંઈ શારીરીક મુશ્કેલીઓ છે તે ભાગ્યે જ પ્રારંભીક રીતે કોઈ ખ્યાલ આવે છે. પરંતુ તબકકાવાર તે વધતી જાય છે અને તે સમયે ભાગ્યે જ કોઈ ચિંતા કરે છે કે તે સ્થિતિ પ્રદુષણના કારણે સર્જાઈ છે. ફકત ભારત નહી વિશ્ર્વના અનેક દેશોમાં આ પ્રકારની સમસ્યા છે. હાલમાં જ સંસદનાં શિયાળુ સત્ર સમયે સરકારે જો કે ભલે ઈન્કાર કર્યો કે શ્ર્વાસ સંબંધી રોગો માટે એરપોલ્યુશન જવાબદાર નથી પરંતુ પ્રથમ તબકકે ભાગ્યે જ તેનો ખ્યાલ આવી શકે છે અને શરીરમાં આ પ્રકારનું પ્રદુષણ મલ્ટી ડેમેજ પણ કરે છે અને લાંબો સમય સુધી તે ખ્યાલ આવતો નથી. જેમાં યુવાઓ પણ સપડાઈ રહ્યા છે. ડિસેમ્બર માસમાં દિલ્હીમાં શ્ર્વાસના રોગીઓની સંખ્યા 30 ટકા જેવી વધી ગઈ છે. આ સમયે ભારતમાં વ્યાપકપણે આરોગ્ય સંબંધી જે દુર્લક્ષ છે તેમાં આ વધારો કરે છે. લંડન સ્થિત સેન્ટ જયોર્જ યુનિ. હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. રાજય નારીન કહે છે કે પ્રદુષણના કારણે હૃદય, શ્ર્વાસ, જ્ઞાનતંતુ સહિતના વિસ્તારોમાં અસર કરતી બિમારીઓ વધતી જાય છે અને ભારતમાં તે કોવિડ પછીની આરોગ્ય કટોકટી તરીકે પણ ગણી શકાય. કારણ કે પ્રદુષણ એ ભલે શિયાળા સમયે વધુ દર્શાવાતુ હોય પરંતુ તે વાહનોના પ્રદુષણ સહિતના ક્ષેત્રમાં કાયમ હોય છે. ભારતમાં 2022માં પીએમ-2.5 પ્રકારના પ્રદુષણે 17 લાખ લોકોનો જીવ લીધો હતો.
પરંતુ તેને એક યા બીજા રોગ સાથે જોડી દેવાયું જેનો પ્રારંભ પ્રદુષણથી થયો હતો.
