સોનાનો પણ ઓલ ટાઇમ હાઇ રૅકોર્ડ
વૈશ્ર્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો અને ઘરેલુ બજારમાં રોકાણકારોની ભારે ખરીદૃીને પગલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર સોના અને ચાંદૃીના ભાવમાં શુક્રવારે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો.
ચાંદૃીના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી, જ્યારે સોનાએ પણ નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી, જેના કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સ્ઝ્રઠ પર ફેબ્રુઆરી ૨૦૨૬ વાયદૃાના સોનાનો ભાવ રૂ.૧,૦૬૪ના ઉછાળા સાથે રૂ.૧,૩૯,૧૬૧ પ્રતિ ૧૦ ગ્રામની રૅકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. જોકે, ખરી તેજી ચાંદૃીમાં જોવા મળી હતી. માર્ચ ૨૦૨૬ વાયદૃાના ચાંદૃીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે રૂ.૮,૪૪૯નો જબરદૃસ્ત ઉછાળો નોંધાયો હતો, અને ભાવ રૂ.૨,૩૨,૨૩૯ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. શુક્રવારે શરુઆતી વેપારમાં ચાંદૃીના વાયદૃાના ભાવ રૂ.૮,૦૦૦થી વધુ ઉછળીને રૂ.૨,૩૨,૭૪૧ પ્રતિ કિલોગ્રામની નવી ટોચે પહોંચ્યા હતા.
બજારના નિષ્ણાતોના મતે, આ અભૂતપૂર્વ તેજી પાછળ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ પરિબળો જવાબદૃાર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ભવિષ્યમાં વ્યાજદૃરમાં ઘટાડો થવાની સંભાવનાઓને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત, વધતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદૃી તરફ વળ્યા છે. ચાંદૃીના ભાવમાં થયેલા મોટા ઉછાળા પાછળ વૈશ્ર્વિક સ્તરે પુરવઠાની અછત, મજબૂત ઔદ્યોગિક માંગ અને ભારતીય આયાતમાં વધારો જેવા કારણો મુખ્ય છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પણ આ તેજી પાછળ એક મુખ્ય પરિબળ છે. વિશ્ર્વભરની કેન્દ્રીય બૅંકો દ્વારા સોનાની સતત ખરીદૃી પણ ભાવ વધારાને ટેકો આપી રહી છે. ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં થતી વધઘટ પણ સ્થાનિક બજારમાં સોના-ચાંદૃીના ભાવને પ્રભાવિત કરે છે.
વર્ષ ૨૦૨૫ સોના અને ચાંદૃી બંને માટે અત્યંત ફાયદૃાકારક રહૃાું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૭૦%થી વધુનો ઉછાળો આવ્યો છે, જે ૧૯૭૯ પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. જ્યારે ચાંદૃીના ભાવમાં ૧૫૦%થી વધુનો અકલ્પનીય ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો હવે એ વાત પર નજર રાખી રહૃાા છે કે શું આ તેજી નવા વર્ષમાં પણ ચાલુ રહેશે કે કેમ.
