મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો, જજનો રસપ્રદૃ ચુકાદૃો – ટ્રેડરે તેની સ્કીલ અને જોખમે કમાણી કરી
સ્ટોક સિકયોરિટીઝની એપમાં આવેલી એક ટેકનિકલ ખામીથી એક સાધારણ ટ્રેડર કરોડપતિ બની ગયો હતો. આ મામલે અસલી જંગ એનએસઈ અપીલેટ અને બોમ્બે હાઈકોર્ટમાં ખેલાયો હતો. અંતે ટ્રેડરની હાઈકોર્ટમાં જીત થઈ હતી. હાઈકોર્ટ તેની ટિપ્પણીમાં કહૃાું હતું કે જો બ્રોકરની ભુલથી કોઈ ટ્રેડરના એકાઉન્ટમાં વધુ માર્જીન મની દૃેખાડે છે અને તે તેની સૂઝબૂઝથી નફો કમાય છે તો તે પૈસા પર ટ્રેડરનો જ હક રહેશે.
કોર્ટે કોટક સિકયોરિટીઝની એ દૃલીલને ફગાવી દૃીધી હતી કે જેમાં નફાને ખોટી રીતે કમાણી બતાવી દૃીધી હતી. હાઈકોર્ટ કોટકને ૧૨ ટકા વ્યાજ સાથે પૈસા પરત કરવાનું કહૃાું છે.
આ અંગેની વિગત મુજબ ટ્રેડર રાજગુરૂ નામના એક ટ્રેડરનું કોટક સિકયુરિયીઝમાં ડિમેટ એકાઉન્ટ હતું. ૨૬ જુલાઈ ૨૦૨૨ના તેના ખાતામાં માત્ર રૂા.૩૧૭૫ હતા પણ સિસ્ટમની એક ટેકનીકલ ભુલના કારણે કે ખરાબીના કારણે તેના એકાઉન્ટમાં અચાનક ૪૦ કરોડ રૂપિયાનું મની રિફલેકટ થવા લાગ્યું.
ટ્રેડરે આ તકનો લાભ લઈને પોતાની ટ્રેડીંગ સ્કીલનો ઉપયોગ કરીને પછીની ૨૦ મિનિટમાં લગભગ રૂા.૯૪.૮૧ કરોડના ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) સોદૃા કરી દૃીધા. રાજગુરુની કિસ્મત અને સમજે સાથ આપ્યો. આ ૨૦ મીનીટમાં તેને પહેલા ૫૪ લાખની નુકસાની થઈ પણ બાદૃમાં તેણે રૂા.૨.૩૮ કરોડની ગ્રોસ પ્રોફીટની કમાણી કરી.
ટેકસ અને અન્ય ચાર્જ કપાતા તેનો નેટ પ્રોફિટ રૂા.૧.૭૫ કરોડ રહૃાો. સાંજે કોટકે તેમને કોન્ટ્રેકટ નોટ પણ ઈશ્યુ કરી અને તેના એકાઉન્ટમાં રૂા.૧.૮૩ કરોડ ક્રેડીટ કર્યા પણ જેવી બ્રોકરોને પોતાની ભુલની ખબર પડી તો તેણે આ પૈસા પરત ખેંચી લીધા બાદૃમાં આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
જો કે બોમ્બે હાઈકોર્ટે ટ્રેડરની તરફેણમાં ચુકાદૃો આપી ૧૨ ટકા વ્યાજ સાથે રકમ ટ્રેડરને પરત આપવાનો હુકમ કરી કહૃાું હતું કે ટ્રેડરે પોતાની સ્કીલ અને રિસ્કનો ઉપયોગ કરીને નફો કમાયો છે, જો તેને ખોટ ગઈ હોત તો કોટક સિકયોરિટી તેને નુકસાનને માફ કરી દૃેત? બિલકુલ નહીં.
