૨૦૦૦ રૂપિયાની ૫.૬૬૯ કરોડની કિંમતની નોટો હજુ જમા નથી થઈ

બંધ થયેલી આ મોટી નોટ હજુ પણ માર્કેટમાં હોવાની ભારતીય રીઝર્વ બેંકે આપી માહિતી

ભારતીય રિઝર્વ બેક્ધ દ્વારા વર્ષ ૨૦૨૩માં ચલણમાંથી બહાર કરેલી ૨૦૦૦ રૂપિયાની નોટ હજુ સુધી પુરી રીતે ઇમ્ૈંમાં જમા થઈ શકી નથી. ૨૦૨૫ સુધીના આંકડા સામે આવ્યા છે, જેમાં જાણવા મળ્યું કે હજુ પણ ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધારેની વેલ્યુ વાળી નોટ જમા થઈ નથી, એટલે કે આટલી રકમ બંધ થયેલી મોટી નોટ હજુ પણ લોકોની પાસે હાજર છે. ખાસ વાત એ છે કે રિટર્નની સુવિધા ચાલુ હોવા છતાં લોકો દ્વારા તે નોટ જમા થઈ શકી નથી.
ઇમ્ૈંએ ૨૦૦૦ની નોટને લઈને એક મહત્વની જાણકારી આપી છે અને જણાવ્યું કે ૧૯ મે ૨૦૨૩એ ચલણમાંથી બહાર કરેલી આ નોટ હજુ સુધી સમગ્ર રીતે પરત જમા થઈ નથી. તે સમયે બજારમાં ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની નોટ હતી અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી કૂલ ૯૮.૪૧ ટકા નોટ પરત આવી ચૂકી છે. હજુ પણ લોકોની પાસે ૫,૬૬૯ કરોડના મૂલ્યની ૨૦૦૦ની નોટ હાજર છે.
ચલણમાંથી બહાર કર્યા બાદૃ ઇમ્ૈંએ લોકોને આ નોટ જમા કરાવવા માટે સુવિધા આપી હતી અને શરૂઆતમાં નોટ ચેન્જ કરાવવા માટે લોકો લાઈનમાં લાગ્યા હતા પણ હવે કોઈ નોટ ચેન્જ કરાવવા માટે જોવા મળી રહૃાું નથી. છેલ્લા બે મહિનાના આંકડા પર નજર કરીએ તો ૩૧ ઓક્ટોબરે બજારમાં આ નોટની હાજરીનો આંકડો ૫,૮૧૭ કરોડ રૂપિયા હતો અને હાલમાં ૫,૬૬૯ કરોડ રૂપિયાની નોટ બજારમાં લોકો દૃબાવીને બેઠા છે. એટલે કે માત્ર ૨ મહિનામાં ૧૪૮ કરોડના મૂલ્યની નોટ જ પરત આવી છે.

રિલેટેડ ન્યૂઝ