વર્ષ ૨૦૨૫ની જેમ જ ૨૦૨૬ પણ આઈપીઓ માર્કેટ માટે ધમધમતું રહેશે. જાન્યુઆરીમાં જ, છૈંથી લઈને રિન્યુએબલ એનર્જી, સંરક્ષણ, ખાણકામ, ફાઇનાન્સ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો સુધીના લગભગ ૮ મોટી કંપનીઓ શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.
રિપોર્ટ અનુસાર, આ આઈપીઓ આ મહિને ૨૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરી શકે છે. આઈપીઓની સાથે મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા પણ એટલી જ ઝડપથી વધી રહી છે.
આ મજબૂત ગતિનો લાભ લેવા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પોતાની નવી યોજનાઓ સાથે તૈયાર છે. આ મહિને કોટક, ગ્રો, જિયો, મહિન્દ્રા મનુલાઈફ, બંધન, સેમ્કો વગેરે સંયુક્ત રીતે ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ કેટેગરીમાં ૧૨ એનએફઓ લોન્ચ કરશે.
આ આઈપીઓ લોન્ચ થઈ શકે
કંપની આઈપીઓનું કદ
ફ્રેક્ટલ એનાલિટિક્સ 4900
ક્લીનમેક્સ એન્વાયરો 5200
હીરો ફિનકોર્પ 3668
ભારત કોકિંગ કોલસો 1300
પ્રતિષ્ઠા હોસ્પિટાલિટી 2700
પીએમઇએ સોલર 800
વરીન્દ્ર ક્ધસ્ટ્રક્શન 1200
જખઙઙ 4000
(આઈપીઓનું કદ કરોડ રૂપિયામાં)
