ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો ૧૦ વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદૃોની સંપત્તિમાં ૧૧૦%નો ઉછાળો આવ્યો

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા ૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જારી કરાયેલા એક વિશ્લેષણાત્મક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી સતત ચૂંટાઈને આવેલા ૧૦૨ સાંસદૃોની સંપત્તિમાં છેલ્લા ૧૦ વર્ષમાં સરેરાશ ૧૧૦%નો જંગી વધારો જોવા મળ્યો છે. આ સાંસદૃોની ૨૦૨૪માં સરેરાશ સંપત્તિ રૂ.૧૫.૭૬ કરોડથી વધીને રૂ.૩૩.૧૩ કરોડ થઈ ગઈ હતી.
છડ્ઢઇ દ્વારા ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયેલા ૧૦૨ સાંસદૃોના સોગંદૃનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે નીચે મુજબ છે.
૨૦૧૪માં આ ૧૦૨ સાંસદૃોની સરેરાશ સંપત્તિ રૂ.૧૫.૭૬ કરોડ હતી. ૨૦૧૯માં તે વધીને રૂ.૨૪.૨૧ કરોડ થઈ. ૨૦૨૪ સુધીમાં આ આંકડો રૂ.૩૩.૧૩ કરોડ પર પહોંચી ગયો.
આમ, આ ૧૦૨ સાંસદૃોની સરેરાશ સંપત્તિમાં છેલ્લા ૧૦ વર્ષમાં રૂ.૧૭.૩૬ કરોડનો વધારો થયો છે, જે ૧૧૦%ની વૃદ્ધિ દૃર્શાવે છે.

રિલેટેડ ન્યૂઝ