વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ગુરુવારે તેમના નિવાસસ્થાને ભારતીય છૈં સ્ટાર્ટઅપ્સ સાથે રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા કરી. આવતા મહિને ભારતમાં ઈન્ડિયા છૈં ઈમ્પેક્ટ સમિટ ૨૦૨૬ યોજાવાની છે. જેમાં ૧૨ ભારતીય છૈં સ્ટાર્ટઅપ્સે સમિટના “છૈં ર્કિ છન્ન્: ગ્લોબલ ઈમ્પેક્ટ ચેલેન્જ” માટે ક્વોલિફાય કર્યું છે. પીએમ મોદૃીએ તેમની સાથે બેઠક યોજી હતી અને તેમના વિચારોની ચર્ચા કરી.
આ સ્ટાર્ટઅપ્સ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહૃાા છે, જેમાં ઈન્ડિયન લેંગ્વેજ ફાઉન્ડેશન મોડેલ, મલ્ટીિંલગુઅલ ન્ન્સ્, સ્પીચ-ટુ-ટેક્સ્ટ, ટેક્સ્ટ-ટુ-ઓડિયો અને ટેક્સ્ટ-ટુ-વીડિયો; ઈ-કોમર્સ, માર્કેિંટગ અને પર્સનલાઈઝ્ડ કન્ટેન્ટ બનાવવા માટે જનરેટિવ છૈંનો ઉપયોગ કરીને ૩ડ્ઢ કન્ટેન્ટ, ઉદ્યોગોમાં ડેટા-આધારિત નિર્ણય-નિર્માણ માટે એન્જિનિયિંરગ સિમ્યુલેશન, મટિરિયલ્સ રિસર્ચ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ; હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ અને મેડિકલ રિસર્ચ વગેરેનો સમાવેશ થાય છે. છૈં સ્ટાર્ટઅપ્સે દૃેશના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈકોસિસ્ટમને આગળ વધારવા માટે ભારતની મજબૂત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. તેમણે છૈં ક્ષેત્રના ઝડપી વિકાસ અને વિશાળ ભવિષ્યની સંભાવના પર પ્રકાશ પાડ્યો.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન અને ડિપ્લોયમેન્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી ભારત તરફ શિટ કરવાનું શરૂ કરી રહૃાું છે. છૈં સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભારત હવે છૈં ડેવલપમેન્ટ માટે એક મજબૂત અને અનુકૂળ વાતાવરણ પ્રદૃાન કરે છે, જે દૃેશને વૈશ્ર્વિક છૈં મેપ પર મજબૂત રીતે સ્થાન આપે છે. બેઠક દૃરમિયાન વડાપ્રધાને સમાજમાં પરિવર્તન લાવવામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારત આવતા મહિને ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટને હોસ્ટ કરશે, જેના દ્વારા દૃેશ ટેકનોલોજી ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે ભાર મૂક્યો કે ભારત એઆઈના ઉપયોગ દ્વારા પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ છે.
વડાપ્રધાને ભાર મૂક્યો કે સ્ટાર્ટઅપ્સ અને એઆઈ ઉદ્યોગસાહસિકો ભારતના ભવિષ્યના કો-આર્કિટેક્ટ છે અને કહૃાું કે દૃેશમાં નવીનતા અને મોટાપાયે અમલીકરણ બંને માટે અપાર સંભાવનાઓ છે.
તેમણે વધુમાં કહૃાું કે ભારતે વિશ્ર્વ સમક્ષ એક અનોખું એઆઈ મોડેલ રજૂ કરવું જોઈએ જે મેડ ઈન ઈન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડની ભાવનાને પ્રતિિંબબિત કરે છે.
