ટ્રમ્પ્ો ગ્રીનલેન્ડ-ઇરાન મામલે ટેન્શન સર્જતા માર્કેટોમાં તીવ્ર પ્રત્યાઘાત
ડોલર સામે રૂપિયો ત્ાૂટ્યો, ૯૧ની નજીક
ચાંદૃી પ્રતિકિલો રૂા.૧૫૬૦૦ના ઉછાળા સાથે રૂા.૩,૦૧,૩૧૫ અન્ો સોનુ પ્રતિ ૧૦ ગ્રામ વધીન્ો રૂા.૧,૪૫,૫૦૦, સ્ોન્સ્ોક્સ ૬૦૦ અંક ઘટીન્ો ૮૨,૯૫૦ના સ્તરે
ઇરાન પર અમેરિકી આક્રમણના ભણકારા તથા ગ્રીનલેન્ડ મામલે અમેરિકા-યુરોપના દેશો સામસામા આવી ગયાના ઘટનાક્રમે ફરી વખત સોના-ચાંદીને વધુ સળગાવ્યા છે, જ્યારે શેરબજારમાં કડાકો સર્જ્યો છે. ચાંદીનો ભાવ ત્રણ લાખને પાર થયો છે સોનુ પણ નવી ઉંચાઇએ પહોંચ્યું હતું.
રાજકોટમાં આજે હાજર ચાંદીનો ભાવ ત્રણ લાખને પાર થઇને નવી ટોચે પહોંચ્યો હતો. હાજર ભાવ 3300,500 થયો હતો. કોમોડીટી એક્સચેંજમાં ભાવ ઉંચામાં 304200 થઇને કુલ 15600ના ઉછાળાથી 303430 સાંપડ્યો હતો. વિશ્ર્વ બજારમાં ભાવ 94.08 ડોલર થઇને 93.20 ડોલર સાંપડ્યો હતો.
સોનામાં પણ નવો રેકોર્ડ સર્જાયો હતો. હાજર સોનુ 148750 થયું હતું. કોમોડીટી એક્સચેંજમાં 2500ના ઉછાળાથી 145135 હતું. વિશ્ર્વબજારમાં 4687 થઇને 4670 હતું.
એમસીએક્સ પર ૫ માર્ચ, ૨૦૨૬ના વાયદૃામાં ચાંદૃીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી. જૂનો બંધ ભાવ: શુક્રવારે ચાંદૃીનો વાયદૃો રૂા.૨,૮૭,૭૬૨ પર બંધ થયો હતો.
આજનો ખૂલતો ભાવ: આજે બજાર ખૂલતા સમયે ચાંદૃી રૂા.૨,૯૩,૧૦૦ પર ખૂલી હતી.નવી ઐતિહાસિક સપાટી: ખૂલતાની સાથે જ બજારમાં આવેલી તોફાની તેજીને કારણે ચાંદૃીએ રૂા.૩,૦૧,૩૧૫ ની ઓલ-ટાઇમ હાઇ સપાટી બનાવી હતી.
ચાંદૃીની સાથે સાથે સોનામાં પણ આજે મજબૂત તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના વાયદૃામાં સોનું પણ ઉછળ્યું છે.
જૂનો બંધ ભાવ: સોનાનો વાયદૃો શુક્રવારે રૂા.૧,૪૨,૫૧૭ પર બંધ થયો હતો. આજનો ખૂલતો ભાવ: આજે સોનું રૂા.૧,૪૩,૩૨૧ના ભાવે ખૂલ્યું હતું.
દિૃવસની ઊંચી સપાટી: દિૃવસ દૃરમિયાન સોનાએ રૂા.૧,૪૫,૫૦૦ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો.
વર્તમાન ભાવ: હાલમાં સોનું રૂા.૧,૯૩૭(૧.૩૬%)ના વધારા સાથે રૂા.૧,૪૪,૪૫૪ પર કારોબાર કરી રહૃાું છે.
આમ, બજારમાં આજે િંકમતી ધાતુઓમાં જોરદૃાર તેજીનો માહોલ છે, જેમાં ચાંદૃીના ઐતિહાસિક ઉછાળાએ રોકાણકારોનું ધ્યાન ખાસ ખેંચ્યું છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગ્રીનલેન્ડ કબ્જે કરવામાં સાથ નહીં આપનારા યુરોપના દેશો પર ટ્રમ્પે 10 ટકા વધુ ટેરિફ ઝીંકી છે તેની સામે ડેનમાર્ક સહિતના દેશોએ વળતા હાકલા-પડકારા કરીને નવી ધરખમ ટેરિફ નાખવાની ચેતવણી ઉચ્ચારતા નવો ભડકો સર્જાવાના ભણકારાથી માર્કેટ પ્રભાવિત થયું છે. આ સિવાય અમેરિકાએ ઇરાન પર ત્રાટકવાનો આક્રમક મિજાજ દર્શાવતા ફરી યુધ્ધના વાદળો ઘેરાયાની પણ અસર થઇ છે. આ બન્ને કારણોએ ‘સેફ હેવન’ ગણાતા સોના-ચાંદીમાં તેજી વધુ ભડકાવી દીધી છે.
કરન્સી બજારમાં ડોલર સામે રુપિયો ફરી તૂટ્યો હતો અને 91ની નજીક પહોંચી ગયો હતો. દસ પૈસાના ઘટાડાથી 90.97 હતો.
