સોશ્યલ મીડિયા પર મળતી માહિતી સાચી જ છે તેમ માનવાના સ્થાને તેના વિશ્ર્વસનીય સ્ત્રોત, વૈજ્ઞાનિક તથ્યો, નિષ્ણાંતોના સ્ાૂચન વગ્ોરે ધ્યાનમાં લેવા જોઇએ
તમિલનાડુના મદૃુરોની ૧૯ વર્ષની યુવતી કલૈયારસીનું મોત થતા સમાજમાં ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. શરીર પાતળું કરવાની લ્હાયમાં ત્ોણે યુ ટયુબ પર જોયેલી દૃવાનું સ્ોવન કર્યું હતું. જે દૃવા જીવલેણ પ્ાૂરવાર થઇ હતી.
આ ઘટના એક પરિવાર માટે ત્રાસદૃાયક નથી પરંતુ એ ખતરનાક પ્રવૃત્તિની ચેતવણી છે જેમાં યુવા પ્ોઢી પ્ાૂરતી તપાસ કર્યા વગર સોશ્યલ મિડિયા પર જે સલાહ મળે છે ત્ોના પર આંધળો વિશ્ર્વાસ કરે છે અન્ો વિવિધ દૃવાનું સ્ોવન કરવામાં આવતા ત્ો જીવલેણ પ્ાૂરવાર થાય છે.
આજના સમયમાં સોશ્યલ મીડિયા માત્ર સંવાદૃનું માધ્યમ રહૃાું નથી. સ્વાસ્થ્ય, સૌંદૃર્ય, ફિટન્ોસ, રોકાણ તથા માનસિક સમસ્યાઓના સમાધાન માટે આજકાલની યુવા પ્ોઢી સોશ્યલ મીડિયાનો વધુ ઉપયોગ કરી રહી છે. કેટલીક મિનીટોનો વિડીયો તથા આકર્ષક રીલમાં ૧૦૦ ટકા પરિણામનો દૃાવો કરવામાં આવી રહૃાો છે અન્ો યુવા વર્ગ આ બાબતન્ો સાચી માન્ો છે કલૈયારસીનો મામલો અંધવિશ્ર્વાસ તથા ઉતાવળનું પરિણામ છે.
સૌથી મોટી સમસ્યા આ છે કે, સોશ્યલ મીડિયા પર સામગ્રી મૂકનારાઓની યોગ્યતા, ઇરાદૃો તથા જવાબદૃારી હજુ સુધી નક્કિ કરવામાં આવી નથી. કોઇપણ વ્યક્તિ પોતાન્ો ફિટન્ોસ એકસપર્ટ, ન્યુટ્રીશીયલના જાણકાર તથા આર્યુવેદિૃકના જાણકાર હોવાનો દૃાવો કરતા હોય છે. દૃવાઓ, સપ્લીમેન્ટ્સ તથા ઘરેલું નુસ્ખાઓન્ો ચમત્કારીક બતાવી પ્રચાર કરવામાં આવી રહૃાો છે. બીજી તરફ ત્ોના દૃુષ્પ્રભાવ, વૈજ્ઞાનિક પ્રમાણ તથા વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિની કોઇ ચર્ચા કરવામાં આવતી નથી આથી જો કોઇ વ્યક્તિન્ો ખોટી સલાહ આપવામાં આવે તો આ સલાહ ત્ોના માટે જીવલેણ પ્ાૂરવાર થાય છે.
યુવાનોમાં આજકાલ શરીર પ્રત્યેનો લગાવ વધતો જાય છે. દૃરેક યુવાનોન્ો સ્લીમ રહેવું હોય છે તથા યુવાનો ચલચિત્રના હિરોની માફક પોતાનું શરીર રહે ત્ોવો પ્રયાસ કરતા હોય છે આ માટે ત્ોઓ વ્યાયામ ઉપરાંત વિવિધ સપ્લીમેન્ટ્સ લેતા હોય છે જે ત્ોમના સ્વાસ્થ્યન્ો અનુકૂળ હોતા નથી આથી કેટલાક યુવાનોની કિડની અન્ો હાર્ટન્ો પણ ગંભીર અસર થાય છે.
યુવાનો શરીરન્ો સ્વસ્થ બનાવવા જેટલી મહેનત કરવી જોઇએ ત્ોટલી કરતા નથી કારણ કે, ત્ોમની પાસ્ો સમયનો પણ અભાવ રહેતો હોય છે આથી ત્ોઓ ઓછી મહેનત સાથે ઓછો સમય તથા નિષ્ણાંત તબીબોની સલાહ લીધા વગર આડેધડ દૃવાઓનો ઉપયોગ કરતા હોય છે.
સોશ્યલ મીડિયા આ નબળાઇનો લાભ ઉઠાવે છે આ સમગ્ર કાર્યમાં સોશ્યલ મીડિયા પર જે જરૂરી નિયમન હોવું જોઇએ ત્ોનો સદૃંતર અભાવ જોવા મળે છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સ્વાસ્થ્ય સંબંધી જે માહિતી આપવામાં આવે છે ત્ોની પર ષ્ટિ રાખવામાં આવતી નથી.
ભડકાઉ જાહેરાત, અયોગ્ય દૃવાઓ, જૂઠા વચનો જગજાહેર પ્રસિધ્ધ થઇ રહૃાા છે જ્યારે કાંઇ અઘટિત ઘટના બન્ો ત્યારે કોની જવાબદૃારી છે ત્ો નક્કી કરી શકાતું નથી. અલબત્ત આ બાબત પ્રત્યે આપણે બધા જવાબદૃાર છીએ. કોઇપણ વ્યક્તિએ અજાણી દૃવાનું સ્ોવન કરતી વેળા નિષ્ણાંત તબીબની સ્ોવા લેવી જરૂરી છે.
સોશ્યલ મીડિયા પર મળેલી માહિતીનો અંતિમ સત્ય માન્યા વગર આ માહિતીન્ો અન્ય માધ્યમો દ્વારા તપાસવી જરૂરી છે. વિશ્ર્વસનીય સ્ત્રોત, પ્રમાણિત વિશેષજ્ઞ, તથા વૈજ્ઞાનિક તથ્યો પર ભરોસો કરવો એ સુરક્ષિત બાબત છે આવા મામલાઓમાં શિક્ષણ સંસ્થાઓ તથા ઘરના પરિવારની ભૂમિકા મુખ્ય ગણાવી શકાય.
યુવાનોએ હવે ડિજિટલ સાક્ષરતા શીખવી જરૂરી છે અલબત્ત આ વાત સમજાવવાની હવે જરૂરી નથી કે, ઓનલાઇન માધ્યમથી આપવામાં આવતી દૃરેક માહિતી સાચી હોતી નથી. યુવાનોએ હવે આ વાત પણ સમજવી જરૂરી છે કે, સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો કોઇપણ મામલો પ્રયોગનો વિષય નથી. આ ઘટનાન્ો એક ચેતવણી માનવી જોઇએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ સાવધાનીપ્ાૂર્વક કરવો જોઇએ સાથે સાવધાની અને વિવેક રાખવો જરૂરી છે.
સોશિયલ મીડિયા પર મળેલી દૃરેક માહિતી સાચી હોતી નથી ત્ોની ખાતરી કરવા માટે સત્તાવાર સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઇએ જેમાં રાજ્ય સરકાર, ડિઝાસ્ટર મેન્ોજમેન્ટ, પોલીસ વિભાગ અથવા કલેકટર કચેરીના સત્તાવાર ટિવટર કે ફેસબુક પ્ોજ પર આપ્ોલી માહિતી સાચી માનવી જોઇએ.
પ્રતિષ્ઠિત ન્યુઝ એજન્સીઓ દ્વારા પુષ્ટિ થયેલા સમાચારો તપાસવા જોઇએ ઘણીવાર જૂના વિડિયો કે ફોટાન્ો નવી ઘટના સાથે જોડીન્ો ફેલાવવામાં આવે છે ઉશ્કેરણીજનક સંદૃેશાઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે જે મેસ્ોજમાં ડર ફેલાવવામાં આવ્યો હોય અથવા વધુમાં વધુ શેર કરો લખ્યુ હોય તો ત્ોનાથી સાવધાની રાખવી જોઇએ.
