વડાપ્રધાનના નેતૃત્વમાં દેશનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પરિવર્તિત થઈ રહૃાું છે

ગુજરાતમાં રેલ ન્ોટવર્ક અન્ો મુસાફરોની સુવિધામાં વધારો કરવા આ વર્ષે કેન્દ્ર સરકારનુ રૂા.૧૭,૩૬૬ કરોડનું રેકોર્ડબ્રેક બજેટ:વૈષ્ણવ

ગાંધીનગર મહાત્મા મંદિૃર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરેન્સ ૨૦૨૬ના શુભારંભ બાદૃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના નેતૃત્વમાં દૃેશનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ઝડપથી પરિવર્તિત થઈ રહૃાું છે. ગુજરાતમાં રેલવેના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને પરિણામે રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટીના એક નવા યુગની શરૂઆત થઈ છે.
વધુમાં અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ના યુપીએના શાસન દૃરમિયાન ગુજરાતને રેલવે બજેટમાં માત્ર રૂ.૫૮૯ કરોડ ફાળવવામાં આવતા હતા. તેની સરખામણીએ, વર્તમાન સરકારે આ વર્ષે ગુજરાત માટે રૂ.૧૭,૩૬૬ કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવ્યું છે. આમ, બજેટમાં અનેકગણો વધારો કરીને રાજ્યના રેલવે નેટવર્કને વધુ આધુનિક બનાવવાની દિૃશામાં ગુજરાત અપ્રતિમ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે.
વધુમાં અશ્ર્વિની વૈષ્ણવે કહૃાું હતું કે, ગુજરાતમાં હાલમાં કુલ રૂ.૧.૨૮ લાખ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહૃાું છે. રાજ્યના કુલ ૮૭ સ્ટેશનોને ’અમૃત સ્ટેશન યોજના’ અંતર્ગત વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પસંદૃ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૧ સ્ટેશનોનું કામ અત્યાર સુધીમાં પૂર્ણ કરી દૃેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષે બુલેટ ટ્રેન કાર્યરત કરવાની તૈયારીમાં છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે અમદૃાવાદૃથી મુંબઈની મુસાફરી ૩૫૦ કિમી/કલાકની ઝડપે માત્ર ૦૧ કલાક ૫૭ મિનિટના સમયમાં પૂર્ણ થશે. તાજેતરમાં જાપાનના વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓએ ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ