મધ્ય પૂર્વના યુધ્ધમાં સમાધાનની વાટાઘાટોના સંકેતથી ટ્રેન્ડ બદલાયો: શેર-સોના-ચાંદી-રૂપિયામાં જોરદાર તેજી

સેન્સેક્સમાં 1372 પોઇન્ટનો ઉછાળો: લાર્જકેપ-મીડકેપ-સ્મોલકેપ સહિત તમામમાં ઓલરાઉન્ડ લેવાલી
ડોલર સામે રૂપિયો વધુ પૈસાના સુધારાથી 93.82
બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરના સ્તરે; ટોચના લેવલથી 4 ડોલર ઘટ્યું

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે 25 દિવસથી ચાલી રહેલા ભયાનક યુધ્ધમાં હવે સમાધાનનો માર્ગ નક્કી થયાના સંકેતો વચ્ચે શેરબજાર સહિતના નાણાં બજારોમાં રાહત થઇ હતી. સેન્સેક્સમાં 1191 પોઇન્ટનો ઉછાળો હતો. ક્રૂડતેલ 120 ડોલરના સ્તરે આવ્યું હતું. રૂપિયો 16 પૈસા મજબૂત થયો હતો. સોના-ચાંદીમાં પણ ઉછાળો હતો.મધ્ય પૂર્વમાં બાખજતા દેશો વાટાઘાટો માટે તૈયાર થયા યુધ્ધ સમાધાન થવાના આશાવાદ હેઠળ નાણાં બજારમાં ચિત્ર બદલાઇ ગયું હતું અને તીવ્ર મંદીના સ્થાને તેજીના મંડાણ થઇ ગયા હતા. યુધ્ધ અટકાવવાના સંજોગોમાં પેટ્રોલીયમથી માંડીને વૈશ્ર્વિક વ્યાપાર મોરચે રાહત થવાની અને ટૂંકા ગાળામાં હાલત પૂર્વવત થઇ જવાના આશાવાદ ઉભો થયો હતો. ક્રૂડ તેલના ભાવ ઘટે એટલે વિવિધ મોરચે સર્જાયેલી ખરાબ હાલત થાળે પડી જવાની આશા રાખવામાં આવી હતી. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી ચાલુ હોવાનો ખચકાટ હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધ અટકાવાના સંજોગોમાં તમામે તમામ ક્ષેત્રોમાં રાહત નિશ્ર્ચિત છે. આ આશાવાદ હેઠળ જ ટ્રેન્ડ બદલાયો હતો. આ સિવાય આજે અઠવાડિક એક્સપાયરી હતી ેટલે વેચાણ કાપણીની પણ અસર વર્તાઇ હતી.
શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ઉછાળો હતો. સન્માન કેપીટલ જીએમઆર લાર્સન, ઇન્ડીગો, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, લાર્સન, વોડાફોન, યસ બેંક, સુઝલોન, ટાટા કેપીટલ, પતંજલી સહિતના શેરોમાં ઉછાળો હતો. એનએસઇમાં 2415 શેરો ઉંચકાયા હતા. જ્યારે 569માં ઘટાડો હતો. કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, ગ્લેનમાર્ક, કેસ્ટ્રોલ, ગુજરાત ગેસ સહિતના શેરોમાં પીછેહઠ હતી. રોકડાના શેરોમાં પણ જોરદાર તેજી હતી.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1662 પોઇન્ટના ઉછાળાથી 74360 હતો તે ઉંચામાં 74489 તથા નીચામાં 73084 હતો. નિફટી 503 પોઇન્ટના ઉછાળાથી 23015 હતો તે ઉંચામાં 23057 તથા નીચામાં 22624 હતો.શેરબજારની જેમ સોના-ચાંદીમાં પણ ઉછાળો હતો. વિશ્ર્વ બજારમાં સોનુ 4410 ડોલર તથા ચાંદી 69.65 ડોલર હતી. હાજર સોનુ 7250ના ઉછાળાથી 145250 હતું. વાયદામાં 139584 હતું. હાજર ચાંદી 20900ના ઉછાળાથી 232900 હતી. વાયદામાં 225730 હતી.કરન્સી માર્કેટમાં ડોલર સાથે રૂપિયો મજબૂત થયો હતો અને વધુ પૈસાના સુધારથી 93.82 થયો હતો. આ સિવાય વિશ્ર્વ બજારમાં ક્રૂડના ભાવ પણ નીચા આવ્યા હતા. ડબલ્યુટીઆઇ ક્રૂડ 89.93 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 100.87 ડોલર હતું.
જાણકારોના કહેવા પ્રમાણે મધ્ય પૂર્વનું યુધ્ધ વાટાઘાટોના આધારે ખત્મ થઇ જાય છે કે કેમ તેના પર નજર રહેશે અને આવતા દિવસોમાં તેના આધારિત વલણ રહેવાની સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ