શું તમને પણ એ ડર સતાવે છે કે, દૃુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે પેટ્રોલ, ડીઝલ કે રસોઈ ગેસની અછત પડી શકે છે? જો તમે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોઈને િંચતિત છો તો થોડી શાંતિ રાખો. કેન્દ્ર સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે મોટી રાહત આપતાં સ્પષ્ટ કરી દૃીધું છે કે, િંચતા કરવાની કોઈ જરૂર નથી. પેટ્રોલિયમ અને કુદૃરતી ગેસ મંત્રાલયે વિશ્ર્વાસ આપ્યો છે કે, દૃેશમાં પૂરતું ઈંધણ ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઈનને લઈને જે પણ અફવાઓ ફેલાઈ રહી છે, એના પર વિશ્ર્વાસ ન કરો. સરકારે સામાન્ય જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ પગલાં પહેલેથી જ લઈ લીધાં છે.
સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે, વાહનચાલકોને પેટ્રોલ પંપ પર ભીડ કરવા કે ગેસ સિલિન્ડરની એડવાન્સ બુિંકગ કરવાની જરૂર નથી. દૃેશની તમામ રિફાઈનરીઝ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને આપણી પાસે ક્રૂડ ઓઈલનો સ્ટોક પણ પૂરતો છે. મંત્રાલયએ કહૃાું છે કે, લોકો શાંતિ રાખે અને માત્ર જરૂર મુજબ જ ખરીદૃી કરે.
