હોમી ભાભાનું ૭૦ વર્ષ જૂનું સપનું સાકાર કલપક્કમની સિદ્ધિથી એનર્જી સુપરપાવર બનશે ભારત

ભારતીય વિજ્ઞાન અને ઉર્જા ક્ષેત્રે આજે એક એવો સૂર્યોદૃય થયો છે જેની પ્રતિક્ષા દૃેશ છેલ્લા સાત દૃાયકાથી કરી રહૃાો હતો. તમિલનાડુના કલપક્કમ ખાતે આવેલા ’પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર’ (ઁહ્લમ્ઇ) એ ક્રિટિકાલિટી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દૃીધો છે. આ સિદ્ધિ સાથે ભારત હવે રશિયા પછી વિશ્ર્વનો બીજો એવો દૃેશ બની ગયો છે જેણે ઓટોમોડમાં ન્યુક્લિયર ચેન રિએક્શન શરૂ કરવામાં સફળતા મેળવી હોય. આ માત્ર એક ટેકનિકલ સફળતા નથી, પરંતુ પરમાણુ વિજ્ઞાનના પિતામહ ડૉ. હોમી જહાંગીર ભાભાએ ૧૯૫૦ના દૃાયકામાં જોયેલા આત્મનિર્ભર ભારતના સપનાનું સાકાર થવું છે.
કલપક્કમમાં સ્થિત ૫૦૦ મેગાવોટના આ રિએક્ટરે ક્રિટિકાલિટી હાંસલ કરી છે. સરળ ભાષામાં કહીએ તો, હવે આ રિએક્ટરમાં પરમાણુ શૃંખલા પ્રતિક્રિયા આપમેળે અને નિયંત્રિત રીતે શરૂ થઈ ગઈ છે. આ એક એવી જટિલ પ્રક્રિયા છે. જેમાં રિએક્ટર હવે ઉર્જા પેદૃા કરવાની સાથે સાથે પોતાના ઉપયોગ માટે જરૂરી ઈંધણ કરતાં વધુ ઈંધણ બ્રીડ એટલે કે પેદૃા પણ કરશે. આ જ કારણે તેને ફાસ્ટ બ્રીડર રિએક્ટર કહેવામાં આવે છે.ભારતના પરમાણુ કાર્યક્રમનો પાયો ૧૯૫૪માં નંખાયો હતો. તે સમયે ડૉ. હોમી જહાંગીર ભાભાએ ભારતની ભૌગોલિક સ્થિતિને સમજીને એક વિશિષ્ટ થ્રી-સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ તૈયાર કર્યો હતો.
ભારત પાસે યુરેનિયમનો ભંડાર મર્યાદિૃત છે, પરંતુ વિશ્ર્વનો સૌથી મોટો થોરિયમનો ભંડાર (લગભગ ૨૫%) ભારત પાસે છે. ભાભા જાણતા હતા કે, જો ભારતને ઉર્જા ક્ષેત્રે મહાસત્તા બનવું હોય, તો આપણે થોરિયમનો ઉપયોગ શીખવો જ પડશે. આ માટે તેમણે ત્રણ તબક્કાની યોજના બનાવી હતી.

રિલેટેડ ન્યૂઝ