મંદીની ચિંતા: રૂા.100 કરોડ સુધીના ધિરાણમાં હવે સરકાર જ ગેરેન્ટર બનશે

હાલની સ્થિતિમાં દેશના અર્થતંત્રની સાથે વ્યાપાર ઉદ્યોગને પણ મોટી અસર થઈ રહી છે તે વચ્ચે સરકાર હવે વ્યાપારીઓને કોવિડ સ્ટાઈલથી ધિરાણમાં ખુદ સરકાર જ ગેરેન્ટેડ બને તેવી વ્યવસ્થા કરવા જઈ રહી છે અને તેના માટે સરકારે અંદાજે રૂા. 17 હજાર કરોડની જોગવાઈ કરશે. ખાસ કરીને ટેક્ષટાઈલ, કાચ તથા અન્ય ઉદ્યોગોને જે યુદ્ધના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થઈ રહ્યા છે તેના માટે સરકાર આ યોજના લાવી રહી છે. 17થી18 હજાર કરોડની જોગવાઈ આ માટે નાણાં વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં રૂા.100 કરોડની લોન સુધીમાં સરકાર ગેરેન્ટર બનશે. એટલે કે જો લોન ભરપાઈ ન થાય તો સરકાર તે ભરપાઈ કરી દેવા ખાત્રી આપશે જેના કારણે બેંકોને ધિરાણ કરવામાં પણ જોખમ રહેશે નહી. અગાઉ કોવિડ સમયે સરકારે આ પ્રકારના ધિરાણને મંજુરી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ