સમગ્ર દેશમાં વાસ્તવિક ગ્રાહકોને રસોઈ કરવા માટેનું સ્વચ્છ ઇંધણ અવિરતપણે મળતું રહે, તેની ખાતરી કરવા ભારત સરકારે પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવીને સંગ્રહખોરી અને એલપીજીના કાળાબજારને રોકવા માટે તેના અમલીકરણ માળખાંને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે.
એક સંકલિત રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે, ફક્ત 11 એપ્રિલ, 2026ના રોજ જ 2,700થી વધુ તપાસ અને દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ લક્ષિત અમલીકરણ કાર્યવાહીનો ઉદ્દેશ્ય અનિયમિતતાઓને શોધી કાઢવાનો, ઘરેલું એલપીજીને ગેરમાર્ગે જતાં રોકવાનો અને વિતરણ નેટવર્કની પારદર્શકતા વધારવાનો છે.
આ સાથે જ, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)એ પણ એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશિપ પર આકસ્મિક તપાસ દ્વારા દેખરેખને વધુ સઘન બનાવી છે. આ કડક તપાસ બાદ, નિર્ધારિત ધોરણોના ઉલ્લંઘન બદલ અત્યાર 219 સુધીમાં ડિસ્ટ્રિબ્યુટરશિપ પર દંડ લાદવામાં આવ્યો છે, જ્યારે 56 ડિસ્ટ્રિબ્યુટરશિપને સસ્પેન્ડ કરવામાં આવી છે.
તેની સાથે-સાથે, ઓએમસીએ એલપીજીના જવાબદારીપૂર્વકના વપરાશને પ્રોત્સાહન આપવા અને છેવાડાના ગ્રાહકો સુધી એલપીજીનો પુરવઠો પહોંચે ખાતરી કરવા માટે ગ્રાહક સંપર્ક અને જાગૃતિના પ્રયાસોનો વ્યાપ પણ વધાર્યો છે. છેલ્લાં આઠ દિવસમાં લગભગ 3,300 જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.
