કેન્દ્રિય કેબીનેટની બેઠકમાં ૪ મોટા નિર્ણયો
વડાપ્રધાન મોદૃીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દૃેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી ક્ષેત્રે કાયાપલટ કરનારા ૭ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સેમિકોન ૨.૦ મિશનને લીલી ઝંડી આપવાની સાથે વારાણસી (કાશી)માં બે ભવ્ય એલિવેટેડ કોરિડોર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદૃમાં આ નિર્ણયોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દૃેશમાં નેક્સ્ટ લેવલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આ બે મોટી મંજૂરીઓ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.કેબિનેટમાં વારાણસીના વિકાસ માટે બે વિશાળ કોરિડોર મંજૂર કરાયા છે: વરુણ એક્સપ્રેસવે: વરુણ નદૃીના કિનારે ૪૩ કિલોમીટર લાંબો ૬-લેન અને ૪-લેન ધરાવતો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. હાઇબ્રિડ એન્યુઇટી મોડલ હેઠળ આશરે ૧૦,૯૯૮ કરોડ રૂપિયાના રોકાણ સાથે બનનારો આ પ્રોજેક્ટ આગામી ૪ વર્ષમાં પૂરો થવાની આશા છે.
ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે સરકારે ૧,૨૭,૫૦૦ કરોડ રૂપિયાના કુલ બજેટ સાથે ’સેમિકોન ૨.૦’ મિશનને મંજૂરી આપી દૃીધી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અત્યંત મહત્ત્વની છે.
