હિમાચલ પ્રદૃેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદૃ વચ્ચે કુદૃરતે ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે કાંગડા જિલ્લાના શાહપુર વિસ્તારની બોહ ખીણમાં વાદૃળ ફાટવાની ઘટનાથી ભારે તારાજી સર્જાઈ છે. સ્પાડા અને ગઢગુન ગામોમાં અચાનક આવેલા પૂરના પાણીમાં છ જેટલા મકાનો તણાઈ ગયા હતા, જ્યારે અનેક ઘરોમાં કાટમાળ ઘૂસી જતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
અનેક જિલ્લાઓમાં લેશ લડ અને ભૂસ્ખલનનો ખતરો
બીજી તરફ સોલન જિલ્લામાં બનેલી અલગ દૃુર્ઘટનામાં એક નેપાળી મહિલાનું મોત થયું છે.વાદૃળ ફાટવાની ઘટના બાદૃ જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. કાંગડાના જિલ્લા કલેક્ટર અને શાહપુરના એસડીએમ સહિતના અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહૃાા છે અને અસરગ્રસ્ત ગામોમાં રાહત કામગીરીનું સંકલન કરી રહૃાા છે. ભારે વરસાદૃને કારણે ડિબ્બા અને માનેડ નાળાના વિસ્તારોમાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે, જેના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે. રસ્તા અવરોધિત થતાં બચાવ અને રાહત કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે જેથી વધુ જાનહાનિ ટાળી શકાય. આ દૃરમિયાન સોલન જિલ્લાના દ્યુનઘાટ વિસ્તારમાં બનેલી દૃુર્ઘટનામાં ૪૦ વર્ષીય નેપાળી મૂળની મહિલાનું મોત થયું છે. માહિતી મુજબ મહિલા અને એક ૨૮ વર્ષીય યુવક રસ્તા પાસે બેઠા હતા ત્યારે અચાનક સંતુલન ગુમાવતા બંને ઊંડી ખીણમાં પડી ગયા હતા. મહિલાનું માથું પથ્થર સાથે અથડાતા ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે યુવકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પોલીસે મૃતદૃેહનો કબજો મેળવી કાયદૃેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં ૨૫ જુલાઈ સુધી ભારે વરસાદૃની આગાહી કરી છે. ચંબા, કાંગડા, મંડી, કુલ્લુ, શિમલા, સિરમૌર, સોલન, કિન્નૌર અને લાહૌલ-સ્પિતિ સહિતના નવ જિલ્લાઓમાં લેશ લડ અને ભૂસ્ખલનની ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
