રાહુલ-પ્રિયંકા સહિતના કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને સંસદમાં આવ્યા: સૂત્રોચ્ચાર

નીટ પરીક્ષા પ્ોપર લીકના વિરોધમાં નવી દિૃલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદૃોલન સાથે એકતા પ્રદૃર્શિત કરતા નવી દિૃલ્હીમાં સંસદૃ ભવન પરિસર ખાત્ો લોકસભા વિપક્ષના ન્ોતા રાહુલ ગાંધી, સમાજવાદૃી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદૃવ, સાંસદૃો ધર્મેન્દ્ર યાદૃવ, અવધેસ પ્રસાદૃ કોંગ્રેસના સાંસદૃો કેસી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી ત્ોમજ વિપક્ષના અન્ય સાંસદૃો કાળા કપડા પહેરીન્ો વિરોધ પ્રદૃર્શન કરી રહૃાા છે.

આજે સતત ત્રીજા દિવસે નીટ પેપરલીક મુદે ફરી એક વખત લોકસભા અને રાજયસભાની કામગીરીનો પ્રારંભ હંગામા સાથે થયો હતો અને થોડી જ મીનીટોમાં બંને ગૃહો મુલત્વી રહ્યા હતા. લોકસભામાં કાર્યવાહી શરુ થતા જ વિપક્ષોએ પ્રશ્ર્નકાળને બદલે તેઓએ જે મુદા પર સભા મોકુફીની નોટીસ આપી છે તેના પર ચર્ચાની માંગણી કરી છે.
અધ્યક્ષે પ્રશ્ર્નકાળ પુરો થવા દેવા અને બાદમાં નોટીસો પર ચર્ચા અંગે વિપક્ષો સાથે વાતચીત કરાશે તેવું જણાવતા જ વિપક્ષોએ તેનો બહિષ્કાર કર્યો હતો. અયોધ્યા રામમંદિર ચોરી, નીટ પેપરલીક સહિતના મુદાઓ પર અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ધમાલ યથાવત રહી હતી અને રાજયસભામાં પણ દિવંગત સાંસદો અંગે શોકસંદેશો પુરો થતા જ ધમાલ શરુ થઈ હતી અને થોડી જ મીનીટમાં બંને ગૃહો મુલત્વી રહ્યા હતા. આ પુર્વે કોંગ્રેસના સાંસદો જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી સહિતના તમામ સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં આવ્યા હતા. આ અગાઉ તેઓએ મકર દ્વાર પાસે નીટ પેપર લીક અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે જબરા સૂત્રોચ્ચાર કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ