રેલવેના જનરલ કોચમાં પણ દરેક મુસાફરને સીટ મળશે: નવો પ્રોજેક્ટ

17000 નવા નોન-એસી કોચ બનાવાય છે: અમૃત ભારત ટ્રેન પણ વિસ્તરશે

નવી દિલ્હી: ભારતીય રેલવેએ ટ્રેનોમાં સતત વધી રહેલી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સુવિધા વધારવા પર ભાર મૂકી રહ્યું છે. જેમાં જનરલ અને સ્લીપર ક્લાસમાં મુસાફરી કરતાં મુસાફરો માટે વિશેષ યોજના બનાવી રહ્યું છે.
આ અંગે રેલવેએ સંસદમાં માહિતી આપી હતી કે લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવામાં આવી રહી છે. તેમજ ઓછી અને મધ્યમ આવક ધરાવતા મુસાફરો માટે 17,000 નવા નોન-એસી કોચ બનાવવામાં આવી રહ્યા છે.જ્યારે અમૃત ભારત ટ્રેનોના કાફલાનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત રેલવેએ જણાવ્યું કે, ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં સમગ્ર વર્ષ દરમિયાન વધઘટ થતી રહે છે. તેમજ રજાઓ અને તહેવારો દરમિયાન લોકપ્રિય રૂટ પર ઘણીવાર ટ્રેનો સંપૂર્ણ ક્ષમતાથી દોડતી જોવા મળે છે. જેના પગલે છેલ્લા બે વર્ષમાં ઘણી લાંબા અંતરની ટ્રેનોમાં વધારાના જનરલ કોચ કાયમી ધોરણે ઉમેરવામાં આવ્યા છે.
વર્ષ 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા ચાર જનરલ કોચ હોય તે સુનિશ્ચિત કરવા માટે વિવિધ લાંબા અંતરની ટ્રેનોમાં 1,250 જનરલ કોચ રજૂ કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ