દેશમાં ટેલિકોમ ક્ષેત્રના બહારથી રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સ્ટારલીંકનો ભારત પ્રવેશ અટકાવ્યો છે તથા તે સ્પર્ધાથી ડરે છે તથા ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં મોનોપોલી રાખવા માંગે છે તેવા સ્ટારલીંકના વડા એલન મસ્કના સતત આરોપનો આખરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ જવાબ આપ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં એલન મસ્ક- સ્ટારલીંકનું ભારતમાં સ્વાગત છે. અમો કદી સ્પર્ધાથી ડરતા નથી. અમો સ્ટારલીંક સહિત સૌથી સ્પર્ધાનું સ્વાગત કરીએ છીએ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે ભારતમાં તમામ ઓપરેટરો માટે દેશના કાનૂન અને નિયમન નિયમો એક સમાન છે અને તેનુ પાલન કરીને કામ કરવાનું રહેશે.
કંપનીએ તેના નિવેદનમાં કહ્યું કે જીયોની સેટેલાઈટ કોમ્યુનીકેશન સેવા રેગ્યુલેટરીની મંજુરીની રાહમાં છે. કંપનીએ જણાવ્યું કે ભારતીય કે વિદેશી કોઈપણ ઓપરેટર માટે પ્રક્રિયા એક સમાન છે અને સ્પર્ધાએ ગ્રાહકની સેવા કરવાનો એક જરૂરી હિસ્સો છે અને 2016માં અમોએ એક સ્પર્ધક તરીકે ટેલીકોમ સેવામાં પ્રવેશ કર્યો હતો અને રિલાયન્સે કદી સ્પર્ધા કરવાથી ડરવાનું શિખ્યુ નથી. અમો એ જ સાચી કસોટી માનીએ છીએ કે ગ્રાહકોની સાચી સેવા કોણ કરી શકે છે.
