દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણ સાથે ‘કોકરોચ’ દહન!

નવી દિલ્હી: દિલ્હીના રામલીલા મેદાન પર યોજાતુ રાવણ દહન એ સૌથી વધુ આકર્ષણ ધરાવતો ઉત્સવ છે અને તેમાં રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિતના મહાનુભાવો પણ સામેલ થઈ ગયા છે અને લાખોના ખર્ચ રાવણનું પુતળુ તૈયાર થાય છે. તેમાં આ વર્ષે રાવણદહન સાથે કોકરોચ દહન પણ થશે. આ આયોજનમાં હવે ‘ભગવો’ કબ્જો છે અને હવે દાવો કરાયો છે કે કોકરોચ (વંદા) દહન એ સ્વચ્છતાનો સંદેશ છે.
એક તરફ કોકરોચ જનતા પાર્ટી દિલ્હીમાં એક બાદ એક સ્થળે દેખાવો ધરણા યોજી રહી છે તે સમયે અહી 30 ફુટ ઉંચુ કોકરોચનુ પૂતળુ તૈયાર કરાયુ છે.

રિલેટેડ ન્યૂઝ