મકરસંક્રાંતિએ તા. 14ના રોજ ખંઢેરી પાસે આવેલ નિરંજન શાહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડે-નાઈટ વન-ડે ક્રિકેટ જંગ અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટરો રાજકોટ આવી પહોંચ્યા હતાં. ન્યૂઝિલેન્ડની ટીમ રાજકોટની ફોર્ચ્યુન હોટલમાં આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટીમ ઈિન્ડિયાને રાજકોટની સયાજી હોટેલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બન્ને ટીમના સ્થળે પોતાના પ્રિય ક્રિકેટરને નિહાળવા ચાહકો ઉમટ્યા હતાં. ભારતીય ટીમના શુભમન ગીલ (કેપ્ટન), શ્રેયશ અય્યર, વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓ ઉપરાંત ન્યૂઝિલેન્ડની ટીમના માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), નિક કોલી, મિશેલ હેપ, વિલ યંગ સહિતના ખેલાડીઓ આવી પહોંચ્યા હતાં. આવતી કાલે મંગળવારે બપોરે 1:30 વાગ્યે ન્યૂઝીલેન્ડની ટીમ અને સાંજે 5:30 વાગ્યે ઈિન્ડિયાની ટીમ નેટ પ્રેક્ટિસ કરશે. (તસ્વીર : પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના પ્રથમ દિવસે ‘પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન અને પર્યાવરણ સુરક્ષા’ અંગે સેમિનાર યોજાયો
મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે ’વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોન)નો પ્રારંભ થયો છે. આ... -
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ ફીશ નિકાસકારો – ઉદ્યોગ સાહસિકો સાથે પરિસંવાદ યોજાયો: 11.49 કરોડનો એમઓયુ થયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાયું હતું.... -
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગપતિઓનો પ્રતિભાવ જયોતિ સીએનસીનું 10 હજાર કરોડનું રોકાણ : પરાક્રમસિંહ, વિશ્ર્વનો સૌથી મોટો પાઇપ લાઇન પ્લાન સ્થાપશે : ગોએન્કા
રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે દેશ-વિદેશથી ઉદ્યોગપતિઓ અને જુદા...
