સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના વધુ 7 દર્દી મળ્યા

તહેવારોમાં મશગુલ લોકોની બેદરકારીથી મહામારીની ત્રીજી લહેર નજીક હોવાનો સંકેત
(પ્રતિનિધિ દ્વારા)


રાજકોટ,તા.25
સૌરાષ્ટ્ર-કચ્છમા કોરોનાની મહામારીમાં આંશિક રાહત મળી હોય તેમ દિનબદીન પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમા ઘટાડો નોંધાય રહ્યો છે. ત્યારે 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નિપજયુ નહિ હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાકમાં 7 નવા કેસ નોંધાયા છે. જેમાં જામનગર અને કચ્છમાં બે-બે, રાજકોટ, પોરબંદર અને ગીર સોમનાથમાં એક એક કોરોનાગ્રસ્ત દર્દી મળ્યો છે. કોરોનાની સારવાર લઈ રહેલા ચાર દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટ
રાજકોટ શહેર જિલ્લામાં હાહાકાર મચાવતા કોરોનાથી આજે શહેર-જીલ્લામાં મૃત્યુઆંકમાં રાહત મળી હોય તેમ આજે એક પણ દર્દીનું મોત નહિ નીપજ્યું હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે 24 કલાકમાં એક કોરોનાગ્રસ્ત દર્દી મળી આવ્યો છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા બે દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ
જૂનાગઢ શહેર જિલ્લામાં હાહાકાર મચાવતા કોરોનાએ દિવાળી પર્વ બાદ અજગર ભરડો લીધો છે. પરંતુ આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી.
જામનગર
જામનગર શહેર જિલ્લામાં હાહાકાર મચાવતા કોરોનાથી આજે શહેર-જીલ્લામાં મૃત્યુઆંકમાં રાહત મળી હોય તેમ એક પણ દર્દીનું મોત નહિ નીપજ્યુ હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે કોરોનાની ચેન તૂટી હોય તેમ બે દર્દી મળી આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ અને મત્યુઆંકમાં મદઅંશે ઘટાડો નોંધાતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રિલેટેડ ન્યૂઝ