ટોકિયો: ખેલ મહાકુંભનો શંખનાદ

ઓલિમ્પિકના ભવ્યાતિભવ્ય આયોજનનું કાઉન્ટડાઉન

ટોક્યોમાં 22 ઓગસ્ટ સુધી ઇમરજન્સી
ટોક્યોમાં વધતા જતા કોવિડ કેસના કારણે ઇમરજન્સીનો સમયગાળો વધારી 22 ઓગસ્ટ સુધી કરી દેવાયો છે. આ દરમિયાન પાર્ક, હોટલ, રેસ્ટોરાં, થિએટરને રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરવાનો આદેશ અપાયો છે.

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) ટોક્યો, તા.૨૨
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવામાં ૧ દિૃવસ બાકી છે. એવામાં ભારતીય એથ્લેટ્સની ટીમ ટોક્યો પહોંચી ગઈ છે.
આ વખતે ભારતના ૧૨૭ ખેલાડીઓેએ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં દૃેશના ૧૧૭ ખેલાડીઓએ ક્વોલિફાય કર્યું હતું. ભારત આ વર્ષે પોતાની ઓલિમ્પિક ભાગીદૃારીના ૧૦૦મા વર્ષની ઉજવણી કરી રહૃાું છે. ૨૩ જુલાઈથી શરૂ થનારા આ મહાકુંભમાં ભારતીય ટૂકળીનો કાર્યક્રમ આવી ગયો છે.
કોરોના મહામારીના કારણે ઈન્ડિયન ઓલિમ્પક એસોસિએશન (ઈંઘઅ)એ માત્ર 30 ઈન્ડિયન એથલીટ્સને ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવાની અનુમતિ આપી છે. આના સિવાય 6 અધિકારીને આમા સામેલ થવાની અનુમતિ અપાઈ છે. વળી, એવા પણ કેટલાક ખેલાડી છે જેને પહેલા દિવસે ઇવેન્ટ હોવાથી આમા ભાગ લેવાની ના પાડવામાં આવી છે.
આ સમયે ઓલિમ્પિકમાં ઈન્ડિયાના 124 એથલીટ ભાગ લેશે. જેમાં 69 પુરુષ અને 55 મહિલા એથલીટ અને સ્ટાફ મેમ્બર હાજર રહેશે. ઈન્ડિયન એથલીટ આ સમયે 85 મેડલ માટે પોતાની દાવેદારી રજૂ કરશે.
ઈંઘઅના અધિકારીએ જણાવ્યું હતું કે અમે નથી ઇચ્છતા કે ઈવેન્ટ પહેલા અમારા એકપણ ખેલાડી સંક્રમિત થાય. આના કારણે ઉદ્ધાટન કાર્યક્રમમાં ખેલાડી અને અધિકારીની સંખ્યા 50થી ઓછી રાખવાનો નિર્ણય કરાયો છે. આની પહેલા ઈંઘઅના મહાસચિવ રાજીવ મહેતાએ કહ્યું હતું કે અથલીટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમારી સલાહ છે કે ઓછામાં ઓછા ખેલાડીને આમા ભાગ લેવો જોઇએ.
ભારતના મિશન ઉપ પ્રમુખ પ્રેમ કુમાર વર્માએ કહ્યું હતું કે ઓર્ગેનાઇઝર્સે પહેલા જ દિશા-નિર્દેશ નક્કી કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે સેરેમની અડધી રાત સુધી ચાલી શકે છે. તેથી એથલીટ્સ પોત-પોતાના ઇવેન્ટ્સમાં ફ્રેશ રહે એ માટે આરામ કરે.
પહેલા દિવસે ઈન્ડિયા તરફથી 10 મીટર એર પિસ્તોલના પ્રતિયોગી સૌરભ ચૌધરી, અભિષેક વર્મા, અપૂર્વી ચંદેલા અને ઇલાવેનિલ વલારિવાનના ઇવેન્ટ્સ છે. જ્યારે શૂટર મનુ ભાકર, યશસ્વિની સિંહ દેશવાલ, દીપક કુમાર અને દિવ્યાંશ સિંહ પંવારના ઇવેન્ટ બીજા દિવસે છે.
ઈન્ડિયન શૂટિં ટીમમાં 8 રાઇફલ, 5 પિસ્તોલ અને 2 સ્કીટ શૂટર્સ સિવાય 6 કોચ અને 1 ફિઝિઓ છે. શૂટિંગ, બોક્સિંગ, આર્ચરી સિવાય પુરુષ અને મહિલા હોકી ટીમની ઓપનિંગ સેરેમનીના અગાઉના દિવસે મેચ રમાશે. ઈન્ડિયાએ ઓપનિંગ સેરેમની માટે પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને 6 વાર બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમને ધ્વજ વાહક બનાવાઈ છે.

રિલેટેડ ન્યૂઝ