જન્મદિૃવસની ઉજવણી માતમમાં ફેરવાઈ
કેનેડાના એડમોન્ટન શહેરમાં બે પંજાબી વિદ્યાર્થીઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બંને મૃતકો પંજાબના બુઢલાડા નજીકના ગામોના રહેવાસી હતા. મૃતકોની ઓળખ બરાહ ગામના ગુરદૃીપ િંસહ (ઉંમર ૨૭ વર્ષ) અને ઉદ્દત સાઈદૃેવાલા ગામના રણવીર િંસહ (ઉંમર ૧૮ વર્ષ) તરીકે થઈ છે. બંને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા ગયા હતા. ભારતના યુવાનો સારા ભવિષ્યની આશામાં વિદૃેશ જાય છે, પરંતુ ક્યારેક તેઓ અણધારી ઘટનાઓનો ભોગ બને છે, ક્યારેક તો પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. પંજાબના બુધલાડા વિધાનસભા મતવિસ્તારના બોહા નજીક આવેલા બરહે અને ઉદૃત સૈદૃેવાલા ગામોમાંથી એક દૃુ:ખદૃ ઘટના સામે આવી છે. કેનેડાના એડમોન્ટનમાં ગોળી વાગવાથી બે યુવાનોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધલાડા નજીકના બરહે ગામના ૨૭ વર્ષીય ગુરદૃીપ િંસહ અને ઉદૃત સૈદૃેવાલા ગામનો ૧૮ વર્ષીય રણવીર િંસહ સારા ભવિષ્યની આશામાં કેનેડાના એડમોન્ટન ગયા હતા. જ્યારે તેઓ એક મિત્રનો જન્મદિૃવસ ઉજવવા જઈ રહૃાા હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો, જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતક યુવક ગુરદૃીપ િંસહના પરિવારના સભ્ય દૃર્શન િંસહે જણાવ્યું હતું કે, “ગુરદૃીપ િંસહ લગભગ અઢી વર્ષ પહેલા કેનેડા ગયો હતો. તેણે હમણાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વર્ક પરમિટ પર જવાનો હતો. તેના પુત્રને કેનેડાથી ફોન આવ્યો હતો જેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે કોઈએ ગુરદૃીપ િંસહ અને રણવીર િંસહને ગોળી મારી દૃીધી છે. શરૂઆતમાં, અમને લાગ્યું કે તે નકલી કોલ છે, પરંતુ પછીથી અમને વીડિયો કોલ દ્વારા માહિતી મળી.
બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.”
દૃર્શન િંસહે જણાવ્યું કે, ગુરદૃીપ િંસહ અને રણવીર િંસહ ચાર-પાંચ અન્ય મિત્રો સાથે મિત્રની જન્મદિૃવસની પાર્ટીમાં જઈ રહૃાા હતા. તેઓ કારમાં બેસવાના હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતક ગુરદૃીપ િંસહ તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો અને પરિણીત હતો. તેની પત્ની પણ કેનેડા જવાની હતી, પરંતુ તે પહેલાં નાનકડો પરિવાર વિખેરાયો.
તેમણે કહૃાું, “કેનેડિયન પોલીસ તપાસ કરી રહી છે અને આરોપીઓને શોધી રહી છે. તેમની હત્યા શા માટે કરવામાં આવી તે નક્કી કરવાના પ્રયાસો પણ ચાલી રહૃાા છે. અમે ભારત અને પંજાબ સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમના મૃતદૃેહ પંજાબ પાછા લાવે જેથી અમે તેમના અંતિમ સંસ્કાર કરી શકીએ.”
