ભાજપની જેમ તેમણે પણ દૃગો કર્યો ઉદ્ધવ ઠાકરે સેનાએ આપ્યો કોંગ્રેસ મુક્ત મુંબઈનો નારો

આગામી ૧૫ જાન્યુઆરીએ મુંબઈ મહા નગર પાલિકા ( BMC ) સહિત મહારાષ્ટ્રની ૨૯ નગર પાલિકાઓની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા જ વિપક્ષી એકતાના લીરેલીરા ઊડતા જોવા મળી રહૃાા છે. શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા મુંબઈમાં કોંગ્રેસ મુક્ત મુંબઈનો નારો બુલંદૃ કર્યો છે. શિવસેના (ેંમ્)ના પ્રવક્તા આનંદૃ દૃુબેએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ અમારી પીઠમાં છરો ભોંક્યો છે. પહેલા ભાજપે આ કામ કર્યું હતું અને હવે કોંગ્રેસ પણ એ જ કરી રહી છે. મુંબઈની જનતા આ બધું જોઈ રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. જે વંચિત બહુજન અઘાડી(ફમ્છ) સામે કોંગ્રેસ આખી િંજદૃગી લડી, આજે તેની સાથે ગઠબંધન કરીને તેને ૬૦થી વધુ બેઠકો આપી મોટો ભાઈ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
આનંદૃ દૃુબેએ વંચિત બહુજન અઘાડીના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા કહૃાું હતું કે, મુંબઈમાં જે પક્ષનો કોઈ ઈતિહાસ નથી તેની સાથે કોંગ્રેસે ગઠબંધન કેમ કર્યું તે સમજાતું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ બધું મુંબઈના હિત વિરુદ્ધ રચાયેલું એક મોટું ષડયંત્ર છે, જેમાં વંચિત અઘાડી અને કોંગ્રેસ બંને ભાજપની મ્ ટીમ તરીકે કામ કરી રહૃાા હોય તેવું જણાય છે. વધુમાં તેમણે આત્મવિશ્ર્વાસ સાથે જણાવ્યું હતું કે, આગામી ૧૬ તારીખે જ્યારે પરિણામો આવશે ત્યારે આ પક્ષોનો સંપૂર્ણ સફાયો થઈ જશે. મહાવિકાસ અઘાડી(સ્ફછ) અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહૃાું કે, તે ગઠબંધન રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે હતું, પરંતુ આ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે છે. તેમણે ચેતવણી આપતા કહૃાું કે, જે અમારી સાથે આવશે તેનું સ્વાગત છે, પરંતુ જે અમારી સામે લડશે તેને મહાભારતના યુદ્ધની જેમ બાણોથી વીંધી નાખવામાં આવશે.
હવે મુંબઈમાં માત્ર એક જ નારો છે  કોંગ્રેસ મુક્ત મુંબઈ.

રિલેટેડ ન્યૂઝ