યાત્રીઓને ઈન્ડિગોએ 10 હજારના બદલે 4 હજારનું વળતર આપ્યું

ઈન્ડિગો દ્વારા જાહેર નિર્ધારિત વળતર એ યાત્રીઓને આપવામાં નથી આવી રહ્યું, જેઓ 3થી5 ડિસેમ્બર દરમિયાન મોટા પ્રમાણમાં ઉડાનો રદ થવાથી કે સમયસર ન ઉડાન ભરવાથી હેરાન થયા હતા. આટલું જ નહીં ઈન્ડિગોએ અસરગ્રસ્ત યાત્રીઓને 10 હજાર રૂપિયાનું ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી હતી પણ ચાર હજાર રૂપિયાનું વાઉચર આપ્યુ હતું જે પણ સક્રીય નહોતું.
યાત્રીઓ ઈ-મેલ અને સોશિયલ મીડીયાથી ઉચીત વળતરની માંગ કરી રહ્યા છે. પરંતુ ઈન્ડિગો કોઈ મજબૂત કારણ વિના વાઉચર અને રકમમાં કપાત કરી રહી છે. આ મામલે ઈન્ડિગો પાસેથી જવાબ માંગવામાં આવતા નહોતો મળ્યો. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં દેશભરમાં ઈન્ડિગોની મોટી સંખ્યામાં ઉડાનો રદ થઈ હતી કે મોડી થઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો લગ્ન પ્રસંગે નહોતા પહોંચી શકયા તો ઘણા લોકો કંપનીની બેઠકોમાં સામેલ નહોતા થઈ શકયા.
આ મામલે ઈન્ડિગો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.
ચાર હજારનું વાઉચર અપાયુ, પણ તે સક્રીય નહીં: ઈન્ડિગોએ 10 હજારનું ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી હતી પણ તેની રકમમાંથી કપાત કરી 4 હજાર રૂપિયાનું વાઉચર અસરગ્રસ્ત યાત્રીઓને અપાયું પણ તે સક્રીય નહોતું.
એક યાત્રીની ફલાઈટ 6 ડિસેમ્બરની બુક હતી, 6 ડિસેમ્બરે કોલકાતામાં ટ્રાન્ઝીટ દરમિયાન ફલાઈટ રદ કરાઈ હતી. યાત્રીએ 18474 રૂપિયાની ટિકીટ લીધી હતી પરંતુ રિફંડ માત્ર 4545 રૂપિયાનું મળ્યું. જવાબ માંગ્યો તો ઈન્ડિગો જાણે ગ્રાહક પર ઉપકાર કરતું હોય તેમ બોલ્યું- ગ્રાહક વળતરનો પાત્ર નથી, પરંતુ સદભાવના તરીકે ચાર હજાર આપવામાં આવ્યા છે. ફલાઈટ કંપનીએ રદ કરી હતી તો વળતર તો આપવાનું રહે જ છે.ઉલ્લેખનીય છે કે સરકારી નિયમો મુજબ ઉડાનના નિર્ધારિત સમયથી 24 કલાકમાં ફલાઈટ રદ થવા પર યાત્રીઓને ઉડાનના સમયગાળાના આધારે 5 હજાર રૂપિયાથી 10 હજારનું વળતર આપવામાં આવે છે, પરંતુ વાઉચર કરતી વખતે ઉલટી કથા છે.

રિલેટેડ ન્યૂઝ