૬૬ આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે અમેરિકાએ છેડો ફાડ્યો

ભારતની અધ્યક્ષતાવાળા સોલાર સહિત

વોશિંગ્ટન: અમેરિકાના 50% ઉંચા ટેરીફ છતા પણ ભારતની આર્થિક વિકાસની ગતિ જળવાઈ રહેતા તથા રશિયન ક્રુડતેલ ખરીદી પુર્ણ રીતે નહી અટકાવવા અને મળેલી પ્રક્રિયાને ખુલ્લા દરવાજાની પ્રવેશ નહી સહિતના નિર્ણયોથી હવે ટ્રમ્પ તંત્રએ ભારતને વધુ એક ફટકો મારવા તૈયારી કરી છે. જેમાં ભારતના નેતૃત્વવાળા સોલાર 66 એલાયન્સ સહિત 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી અમેરિકા બહાર નિકળી ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં લંડનના વેમ્બલી સ્ટેડીયમમાં ભાષણ આપતા સમયે સોલાર એલાયન્સનો પ્રસ્તાવ કર્યો હતો. અમેરિકા પણ આ સંગઠનનું સભ્ય હતું પણ ટ્રમ્પ શાસને અમેરિકાની કર ભરનાર જનતાના નાણા આવા ફિઝુલ ખર્ચમાં નાખી શકાય નહી તેમ કહી છેડો ફાડયો છે જેના કારણેના ક્ષેત્રને અમેરિકી સબસીડી મળે છે તે બંધ થઈ જશે. કુલ 76 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી અમેરિકા બહાર થયુ છે.

રિલેટેડ ન્યૂઝ