નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ દરમિયાન અમેરિકાએ વેનેઝુએલાનો વધુ એક કડક આદેશ આપ્યો છે. જેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વેનેઝુએલાએ ચીન, રશિયા, ઈરાન અને ક્યુબા એમ ચાર દેશ સાથે તેના સંબંધ તોડવા પડશે. આ દેશોમાં રશિયા ભારતનો નજીકનો મિત્ર દેશ છે. આ ઘટનાક્રમની અસર ભારત સહિત અનેક દેશોની રણનીતિ પર અસર પડી શકે છે. ટ્રમ્પે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સને વેનેઝુએલા તેલ ઉત્પાદનમાં માત્ર અમેરિકા સાથે વિશેષ ભાગીદારી કરે તેવો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત હેવી ક્રૂડ ઓયલના વેચાણમાં અમેરિકાના પ્રાથમિકતા આપે તેમ જ ચીન, રશિયા, ઈરાન, ક્યુબા સાથે આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો મર્યાદિત અથવા ખતમ કરવામાં આવે.
રિલેટેડ ન્યૂઝ
-
અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા ઇમિગ્રેશન ઓપરેશનની તૈયારી શરૂ
અમેરિકાના મિનિયાપલીસમાં અત્યારસુધીનું સૌથી મોટું ઈમિગ્રેશન ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે જેમાં પહેલીવાર એક-એક ઘરમાં... -
ભારત પર ૫૦૦% ટેરિફ લાદૃવાની ટ્રમ્પની ધમકી
રશિયા પાસ્ોથી ક્રુડત્ોલ ખરીદૃનાર ભારત-ચીન-બ્રાઝિલ હવે નિશાન પર ભારત માટે મોટો પડકાર સર્જાશે વોશિંગ્ટન: વેનેઝુએલાના ક્રુડતેલ... -
ઉત્તર – પૂર્વના બર્ફીલા પવનોના આક્રમણને પગલે… સૌરાષ્ટ્ર ટાઢુ બોળ: નલિયા, અમરેલી 9 ડિગ્રીએ ઠુંઠવાયું
રાજકોટમાં 1ર, ભુજમાં 11.8, ડિસામાં 1ર:, જુનાગઢ, જામનગરમાં 13 ડિગ્રી સેલ્સીયસ તાપમાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે...
