ભારત કોઈ પણ દેશથી ઓઇલ ખરીદવા માટે સ્વતંત્ર છે

ટ્રમ્પની ટેરિફની ધમકી પર ભારતનો જવાબ

બાંગ્લાદૃેશ-ચીનન્ો પણ સીધી ચેતવણી

વર્ષ ૨૦૨૫માં વડાપ્રધાન મોદૃી અન્ો અમેરિકાના પ્રમુખ વચ્ચે ૮ વખત ટેલિફોનિક વાતચીત થઈ છે:ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા ત્ૌયાર હતુ અન્ો આજે પણ ત્ૌયાર છે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર રશિયાથી ઓઈલ ખરીદૃવા મુદ્દે ભારતને ધમકી આપી રહૃાા છે. સાથે સાથે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વાટાઘાટો છતાં હજુ સુધી ટ્રેડ ડીલ થઈ નથી. એવામાં અમેરિકાએ હવે ૫૦૦ ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે. જેના ભારતીય વિદૃેશ મંત્રાલયે જવાબ આપ્યો છે કે ભારતની ઉર્જાનીતિ કોઈના દૃબાણમાં બદૃલાશે નહીં. અમે ૧૪૦ કરોડ લોકોના હિત માટે સસ્તા ઈંધણના સ્ત્રોત શોધતા રહીશું. આ સિવાય ભારતે બાંગ્લાદૃેશ અને ચીન મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો છે.
અમેરિકામાં આવતા અઠવાડિયે નવું બિલ લાવવાની તૈયારી છે. જેમાં રશિયાથી ઓઈલ ખરીદૃતા દૃેશો પર ૫૦૦ ટકા ટેરિફ લગાવવાની જોગવાઈ છે. જે મુદ્દે ભારતે કહૃાું છે કે આ બિલ પર અમે નજર રાખી રહૃાા છે. અમારી ઉર્જા ખરીદૃીની નીતિ પહેલેથી જ સ્પષ્ટ છે. અમે ગ્લોબલ માર્કેટમાં ઉતાર ચઢાવ તથા અમારી જરૂરિયાત પ્રમાણે નિર્ણય લઈએ છીએ. ભારત કોઈ પણ દૃેશથી ઓઈલ ખરીદૃવા માટે સ્વતંત્ર છે. અમે ૧૪૦ કરોડ લોકોની ઉર્જાની જરૂરિયાત સાથે કોઈ બાંધછોડ કરીશું નહીં.
વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં કહૃાું, કે અમેરિકા તરફથી આપવામાં આવી રહેલી જાણકારી ’સ્પષ્ટ’ નથી. ભારત અને અમેરિકા વચ્ચે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫થી ગંભીર વાટાઘાટો ચાલી રહી છે. અમે આજે પણ એવી ડીલ માટે તૈયાર છીએ જેનાથી બંને દૃેશોને લાભ થાય. અમે એક સંતુલિત ટ્રેડ ડીલ માટે સતત મહેનત કરી રહૃાા છીએ.
વિદૃેશ મંત્રાલયે મોટું નિવેદૃન આપતા સ્પષ્ટ કર્યું છે, કે વર્ષ ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને અમેરિકાના પ્રમુખ વચ્ચે ૮ વખત ટેલિફોનિક વાતચીત થઈ છે. નોંધનીય છે કે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ હાલમાં જ કહૃાું હતું, કે અમેરિકા ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે તૈયાર હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ટ્રમ્પને ફોન ન કર્યો. જેના કારણે ડીલ થઈ શકી નહીં.
આ સિવાય વિદૃેશ મંત્રાલયે બાંગ્લાદૃેશ અંગે પણ મોટું નિવેદૃન આપ્યું. વિદૃેશ મંત્રાલયે કહૃાું, કે બાંગ્લાદૃેશ સરકાર લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાના કેસમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ.

રિલેટેડ ન્યૂઝ