આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફે સરળ વારસાગત આયોજન માટેની પ્રોડક્ટ આઈસીઆઈસીઆઈ પ્રુ વેલ્થ ફોરેવર રજૂ કરી

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે આઈસીઆઈસીઆઈ પ્રુ વેલ્થ ફોરેવર રજૂ કરી છે જે સરળ અને કરવેરા કાર્યક્ષમ રીતે વારસાનું આયોજન કરવા માટેની પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ પોતાના પ્રિયજનોને નાણાંકીય સુરક્ષા પૂરી પાડવા ઇચ્છતા ગ્રાહકો માટે બનાવવામાં આવી છે.
આ લોન્ચની જાહેરાત કરતા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના ચીફ પ્રોડક્ટ ઓફિસર શ્રી વિકાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દેશમાં વધી રહેલી આવક અને આવરદા સાથે, લોકોએ વારસાગત આયોજનનું મહત્વ સમજવાનું શરૂ કર્યું છે. અમને આઈસીઆઈસીઆઈ પ્રુ વેલ્થ ફોરેવર ઓફર કરવામાં આનંદ થાય છે જે ખાસ કરીને ગ્રાહકોને તેમની વારસાગત આયોજન પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે.
ગ્રાહક 99 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી લાઇફ કવરની રકમ દર મહિને વધતી રહે છે. ગ્રાહકના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં સમગ્ર કરમુક્ત લાઇફ ઇન્શ્યોરન્સ રકમ લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે. આઈસીઆઈસીઆઈ પ્રુ વેલ્થ ફોરેવર ખાસ કરીને ગ્રાહકોને એક સરળ અને કાર્યક્ષમ વારસાગત આયોજન સોલ્યુશન પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. જો ગ્રાહક પોલિસીના સમયગાળા દરમિયાન જીવિત રહે છે, તો ચૂકવેલ બધા પ્રીમિયમ પરત કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ