અમેરિકામાં ભારતીયોની ચિંતા વધી
WOW.DHS.GOV નામની વેબસાઇટ વેબસાઇટ લોન્ચ કરી ગુન્ોગારોના નામ ગુના સહિતની માહિતી જાહેર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દૃેશમાં રહેતા ગેરકાયદૃે પ્રવાસીઓ વિરુદ્ધ ખુબ જ આક્રમક છે. તેમના આ જ વલણના કારણે આવા પ્રવાસીઓ વિરુદ્ધ દિૃવસે ને દિૃવસે કાર્યવાહીઓ વધતી જઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગે ‘ખૂંખાર ગુનેગારોની યાદૃી જાહેર કરી છે અને તેમાં ૮૯ ભારતીયોના નામ સામેલ હોવાની વિગતો સામે આવી છે. આ યાદૃી ભારતીય સહિત અન્ય ગેરકાયદૃે પ્રવાસીઓ વિરુદ્ધનો નવો મામલો છે.
વિભાગે જાહેર કરેલી યાદૃીમાં ‘ગેરકાયદૃે ગુનેગાર એલિયન્સનો ઉલ્લેખ કરાયો છે અને તેમાં લગભગ ૨૫૦૦૦ પ્રવાસીઓના નામ સામેલ છે. વિભાગના મતે આ એવા પ્રવાસીઓ છે, જેઓ હત્યા, જાતિય ગુના, ડ્રગ્સની તસ્કરી જેવા ગંભીર ગુનાઓમાં દૃોષિત જાહેર થયા છે તેમજ ઈમિગ્રેશન અને સરહદૃી સુરક્ષા દૃળો દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે.
વિભાગે ર્ઉંઉ.ડ્ઢૐજી.ર્ય્ંફ નામની વેબસાઈટ લોન્ચ કરીને તમામ ગુનેગારોના નામ, ફોટો અને ગુના જાહેર કર્યા છે. ગુનેગારનું નામ શું છે, તે કયા દૃેશનો છે, શું ગુનો કર્યો છે, ક્યાં ગુનો આચર્યો છે, તે બધુ જ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહૃાું છે કે, ‘અમે ગુનેગારોના નામ સાથે વેબસાઈટ શરૂ કરી છે, જેથી અમેરિકન નાગરિકો જોઈ શકે કે, અમે કેવા ગુનેગાર ગેરકાયદૃે પ્રવાસીઓની ધરપકડ કરી રહૃાા છીએ.
વિભાગે એવું પણ લખ્યું છે કે, આ માત્ર એક ઝલક છે, કારણ કે ટ્રમ્પના કાર્યકાળ દૃરમિયાન પકડાયેલા ગુનેગારોની સંખ્યા તેનાથી પણ વધુ હોઈ શકે છે.
