સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં અકસ્માતે પડી જતા યુવાનનું થયુ મોત

સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ થયુ નિધન

પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં અકસ્માતે પડી જતા યુવાનનું મોત થયુ છે.
જામનગરની જી.જી. હોસ્ટિલના ન્યુરોસર્જન ડો. ભૌમિક ચુડાસમા દ્વારા પોરબંદરના કમલાબાગ પોલીસમથકમાં એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. 6માં રહેતો જીતેશ છગનભાઇ મહેતા ઉ.વ. 45 તા. 4-2ના રાત્રે 1:40 મિનિટ વાગ્યા આસપાસ કંપનીમાં કામ કરતી વખતે અકસ્માતે પડી જતા તેના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને જીતેશને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં તેનું મોત થયુ હોવાનું જાહેર કરવામાં આવ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ