ભારત સાથે ગલવાન અથડામણ પછી ચીન્ો પરમાણુ પરીક્ષણો કરેલા

અમેરિકન અધિકારીઓએ તારીખ સાથે દૃાવો કર્યો

ગલવાન ખીણમાં જૂન ૨૦૨૦માં ભારત-ચીનના સ્ૌનિકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ ત્ોમાં ૨૦ ભારતીય સ્ૌનિકો શહીદૃ થયા હતા

પૂર્વી લદૃાખની ગલવાન ખીણમાં જૂન ૨૦૨૦માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘાતક અથડામણ થઈ હતી, જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદૃ થયા હતા અને ૩૦થી વધુ ચીનના સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના થોડા દિૃવસ પછી ચીને ગુપ્ત પરમાણુ પરીક્ષણો કર્યા હોવાનો ગંભીર આરોપ અમેરિકાએ લગાવ્યો છે. અમેરિકાએ કહૃાું છે કે, ચીને વૈશ્ર્વિક નજરથી બચવા માટે અદ્યતન ‘ડીકપ્લિંગ ટેકનિકનો ઉપયોગ કરીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા. અમેરિકાના આવા આરોપને લીધે ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધી ગયો છે.
૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જિનીવામાંનિવામાં યોજાયેલી ‘નિ:શસ્ત્રીકરણ પરિષદૃમાં અમેરિકાના અંડર સેક્રેટરી થોમસ ડીનાનોએ જણાવ્યું હતું કે, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે ગલવાન અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણોની તૈયારી કરી હતી અને ૨૨ જૂન, ૨૦૨૦ના રોજ એક ઐીઙ્મઙ્ઘ-ર્ઙ્ઘિેષ્ઠૈહખ્ત ીંજં પણ કર્યો હતો. આ માટે ચીને ‘ડીકપ્લિંગ નામની પદ્ધતિ અપનાવી, જેથી ભૂકંપ સંકેતો દ્વારા આવા વિસ્ફોટોની ઓળખ કરવી મુશ્કેલ બની જાય.
ડીકપ્લિંગ એ એવી પદ્ધતિ છે જેમાં ભૂગર્ભમાં મોટું પોલાણ કરીને એની અંદૃર વિસ્ફોટ કરાય છે, જેથી વિસ્ફોટથી ઉત્પન્ન થતા ભૂકંપીય તરંગો ઓછા અનુભવાય. આ રીત અજમાવવાથી પરમાણુ પરીક્ષણો છુપાવવાનું સરળ બની શકે છે, કેમ કે આંતરરાષ્ટ્રીય દૃેખરેખ પ્રણાલીઓ માટે આવા પરીક્ષણો શોધવા મુશ્કેલ બની જતા હોય છે.
ચીને અમેરિકાના આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, ચીન હંમેશાં પરમાણુ બાબતમાં જવાબદૃારીપૂર્વક વર્તે છે. ચીનના રાજદૃૂતે અમેરિકા પર ‘ચીનના પરમાણુ ખતરાને વધારી-ચઢાવીને રજૂ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહૃાું હતું કે, વૈશ્ર્વિક સ્તરે શસ્ત્ર સ્પર્ધાને વધુ ઉશ્કેરવાનું મુખ્ય કારણ અમેરિકાની નીતિઓ છે.
વિસ્ફોટક પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકતી ૧૯૯૬ની ‘વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એટલે કે કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બાન ટ્રિટી (ઝ્ર્મ્) પર અમેરિકા અને ચીન બંનેએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ બંને દૃેશે તેને સત્તાવાર મંજૂરી આપી નથી. રશિયાએ શરૂઆતમાં સંધિને મંજૂરી આપી હતી, પરંતુ પછી પાછી ખેંચી લીધી હતી. વિશ્ર્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવતા ત્રણ દૃેશો જ આ સંધિમાં સંપૂર્ણપણે સહભાગી ન હોવાથી વૈશ્ર્વિક નિ:શસ્ત્રીકરણના પ્રયાસો અધકચરા રહી ગયા છે.
૨૦૧૦માં અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી ન્યૂ જી્છઇ્ સંધિ બંને દૃેશોના તૈનાત પરમાણુ હથિયારો અને મિસાઇલોની સંખ્યા-મર્યાદૃા નક્કી કરતી હતી.

રિલેટેડ ન્યૂઝ