ઉમરાળામાં મહિલાના સોનાના ચેનની ચિલઝડપ કરનારને ઝડપતી પોલીસ

એલ.સી.બી બોટાદે કાર્યવાહી કરી મુદ્ામાલ કબ્જે કર્યો

એમ.જી.જાડેજા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી બોટાદ સુપરવિઝન હેઠડ તાજેતરમાં રાણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરાળા ગામ પાસે અમુબેન જીણાભાઈ રૂપાભાઈ મકવાણા ઉ.વ 60 રહે. ઉમરાળા તા. રાણપુરા કોઈ અજાણ્યા મોટર સાયકલ ચાલકે કાનમાં પહેરેલ બન્ને સોનાની બુટીઓ બળજબરીપુર્વક ખેચી ઈર્જા કરી લુંટ કરી નાસી ગયેલ જે અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો જાહેર થતા, અનડીટેકર ગુન્હો ડીટેકર કરવા માટે એલ.સી.બી.પો.સબ.ઈન્સ.શ્રી એસ.બી.સોલંકી તથા એલ.સી.બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાલી, અલગ અલગ ટીમો દ્વારા સી.સી.ટી.વી ફુટેજો ચેક કરવામાં આવેલ અને બનાવ સ્થળના ટાવર ડમ્પ મેળવી સી.ડી.આર એનાલીસીસી કરી ટેકનીકલ મદદથી અને હુમન સોર્સિસ આધારે આણીયાળી(કાઠી) ગામથી કાનીયાડ ગામ તરફ જવાના કાચા રસ્તે આવેલ પ્રાથમિક શાળાની પાછળ આરોપી હરેશભાઈ હીરાભાઈ મેણીયા ઉ.વ 27 ધંધો-ખેતી રહે. કાનીયાડ ગામ તા.જી.બોટાદ પાસેથી ઉપરોક્ત રાણપુરા પોલીસ સ્ટેશનના લુંટના અનડીટેકર ગુન્હામાં ગયેલ સોનાની બુટ્ટી જોડ-1 કિ.42,500 અને આરોપીએ બનાવ સમયે ઉપયોગ કરેલ મોટર સાયકલ કિ.રૂ. 10,000 તથા મોબાઈલ ફોન કિ.રૂ.3000 મળી કુલ કિ.રૂ.55,500 ના મુદામાલ સાથે પકડી યાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ