SOGએ ખેડૂતની અટકાયત કરી, પાંચ દિવસમાં બીજી મોટી કાર્યવાહી
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનાજરગલી ગામની ધોકાધાર સીમમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ગીર સોમનાથ જઘૠ (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે દરોડો પાડી ખેડૂત લાલજી કાળુ પરમારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાતમીના આધારે દરોડો લાલજી પરમારના ખેતરમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેની સૂકવણી પણ થઈ રહી છે. આ માહિતીના આધારે જઘૠ ના ઙઈં કાગડા, ઙજઈં રીના સુવા અને સ્ટાફના સરમણ સહિતની ટીમે સમી સાંજે દરોડો પાડ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ ઝડપાયેલો ગાંજો 15 કિલોથી વધુ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસ ગાંજાનો ચોક્કસ જથ્થો અને આ વાવેતર કેટલા સમયથી ચાલતું હતું તે દિશામાં તપાસ કરી રહી છે. જિલ્લામાં માદક પદાર્થો વિરુદ્ધ ઝુંબેશ શરૂ થતાં મોટા પાયે ગાંજાનું વાવેતર થતું હોવાનું બહાર આવ્યું છે અંદાજીત 10 લાખ કરતાં વધું રકમ નો ગાંજો હોવાનું કહેવાય છે.ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં માદક પદાર્થો પરની આ ચોથી મોટી કાર્યવાહી છે. 5 દિવસ પહેલા જ એટલે કે 6 તારીખે ગીરગઢડામાંથી 27 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડાયો હતો.
