નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ, તેમની સાથે જ પધારેલા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાને જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓએ આવકાર્યા હતા. જૂનાગઢમાં ભવનાથ ખાતે ગીરી તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં સહભાગી થવા પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જિલ્લા પોલીસ દ્વારા કેશોદ એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, રેન્જ આઈજી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી વંદના મીણા, સહિતના પદાધિકારી- અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
જુનાગઢના કલેકટરે પગપાળા ચાલીને ભવનાથમાં સાધુ સંતોના આશ્રમો-અખાડાઓની મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા
મુક્તાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, હરીહરાનંદ બાપુ સહિતના સંતોએ પદાધિકારી અધિકારીઓને આવકારી આશીર્વાદ પાઠવ્યા જુનાગઢ જિલ્લા કલેકટર... -
ભવનાથના ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમા જગ વિખ્યાત મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ
“હર હર મહાદેવના ગગનભેદી નારા, “જય જય મહાદેવના જયઘોષ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાધુ... -
સરકાર ખેડૂતો પાસેથી ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરશે
રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી કે, રાજ્યના ખેડૂતોન્ો ત્ોમની પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી...
