બેગ્લુરૂમાં વિવિધ પ્રતિબંધ હોવાથી વિવિધ ગ્રાઉન્ડ માટે ચાલતી વિચારણા
આગામી સમયમાં રમાનારા આઈપીએલમાં ગત સીઝનની ચેમ્પીયન રોયલ ચેલેન્જર બેંગ્લુરુને હવે હોમગ્રાઉન્ડ શોધવાની તકલીફ પડી રહી છે. ગત વર્ષે ચેમ્પીયન બન્યા પછી બેંગ્લુરુમાં જે વિજય પરેડ યોજી હતી તેમાં ભાગદોડ થતા સંખ્યાબંધ ક્રિકેટચાહકોના મૃત્યુ થયા હતા અને તે બાદ કર્ણાટક સરકારે આરસીબીની ફ્રેન્ચાઈઝી અને બેંગ્લોર ક્રિકેટ એસો. બંને સામે આકરુ વલણ લીધુ છે અને તેઓને બેંગ્લોરમાં આઈપીએલના હોમગ્રાઉન્ડ તરીકે નહી સ્વીકારાય તેવું જણાવાતા હવે આરસીબી નવા હોમગ્રાઉન્ડની તલાશમાં છે જેમાં નવી મુંબઈમાં ડી.વાય.પાટીલ સ્ટેડીયમ પર તેની નજર હતી. પરંતુ મુંબઈ ઈન્ડીયનનું પણ હોમગ્રાઉન્ડ મુંબઈમાં છે. વાનખેડે અને ડી.વાય.પાટીલ સ્ટેડીયમ બહુ દુર નથી. પરંતુ મુંબઈ ઈન્ડીયને તેની સામે વાંધો ઉઠાવ્યો છે. હવે રોયલ ચેલેન્જર બેંગ્લુરુની નજર રાજકોટ, પુના, રાયપુર, વિજાગ અને ઈન્દોરના સ્ટેડીયમ પર છે. મુંબઈ ઈન્ડીયનનો દાવો છે કે આજે જો ડી.વાય.પાટીલ સ્ટેડીયમ પર આરસીબીને મંજુરી અપાય તો કાલે બીજી ટીમ પણ આ માંગણી કરી શકે છે તેથી હોમટેરેટરીનો જે ખ્યાલ છે તે રહેશે નહી. આરસીબી એ રાયપુરમાં મેચ રમવા માટે છતીસગઢ સરકાર સાથે વાતચીત કરી છે જયાં તે બે મેચ રમશે અને ઈન્દોરમાં પાંચ મેચ રમી શકે છે. ગત વર્ષની ઘટના બાદ બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં કોઈ મહત્વની સ્પર્ધા રમાઈ નથી અને તેથી આરસીબી માટે નવું હોમગ્રાઉન્ડ શોધવું જરૂરી છે.
