ભારતને પણ બાંગ્લાદૃેશની જેમ ઝીરો ટેરિફનો લાભ મળશે

કેન્દ્રિય વાણિજ્યમંત્રી પિયુષ ગોયલનો ખુલાસો

અમેરિકાથી કાચો માલ ખરીદૃીન્ો કપડા ત્ૌયાર કરી નિકાસ કરાય તો કોઈ ટેરિફ નહીં નો બાંગ્લાદૃેશન્ો મળેલા લાભ જેવી ભારતન્ો પણ સુવિધા મળશે:ગોયેલ

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ભારતને એક પછી એક રાહતો મળી રહી છે. પહેલા ભારત-અમેરિકા ડીલની ફેક્ટશીટમાં મોટા બદૃલાવ કરવામાં આવ્યા, જેમાં કેટલીક શરતોમાં છૂટ આપવામાં આવી અને હવે એક દિૃવસ પછી વધુ છૂટછાટો મળવાની અપેક્ષા જોવા મળી રહી છે. આ સંબંધમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો છે. ગુરુવારે તેમણે કહૃાું કે, ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે, જે અમેરિકા દ્વારા બાંગ્લાદૃેશને આપવામાં આવ્યા છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાતચીતમાં મુખ્ય ભૂમિકા ભજવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંકેત આપ્યો કે, બાંગ્લાદૃેશની જેમ ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા બાદૃ શૂન્ય ટેરિફ (ઢીર્િ ેંજી ્ટ્ઠિૈકક)ની સુવિધા મળવાની અપેક્ષા છે. તેમના આ નિવેદૃનથી ભારતીય કાપડ નિકાસકારોને મોટી રાહત મળશે, કારણ કે અમેરિકા-બાંગ્લાદૃેશ ટ્રેડ ડીલે આ બિઝનેસ સામે મોટા પડકારો ઉભા કર્યા છે.
પિયુષ ગોયલનું આ નિવેદૃન એવા સમયે આવ્યું છે જ્યારે ૈંહઙ્ઘૈટ્ઠ-ેંજી ્ટ્ઠિઙ્ઘી ડ્ઢીટ્ઠઙ્મને લઈ કોંગ્રેસના સાંસદૃ રાહુલ ગાંધીએ કહૃાું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે થયેલ આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ છે. હવે પિયુષ ગોયલે તેમના નિવેદૃનની ટીકા કરતા કહૃાું છે કે, તેમણે સંસદૃમાં વધુ એક જુઠ્ઠાણું ફેલાવ્યું છે, જેમાં દૃાવો કરવામાં આવ્યો છે કે, ભારતની તુલનામાં બાંગ્લાદૃેશને ટ્રેડ ડીલથી વધુ ફાયદૃો થયો છે.
વાણિજ્ય મંત્રીએ વધુમાં કહૃાું કે, જે પ્રકારે બાંગ્લાદૃેશને સુવિધા મળી છે કે જો અમેરિકાથી કાચો માલ ખરીદૃવામાં આવે અને તેને પ્રોસેસ કરીને કપડાં તૈયાર કરીને નિકાસ કરવામાં આવે, તો તેના પર કોઈ ટેરિફ લાગતો નથી. તેમણે ઉમેર્યું કે, ભારતને પણ આ જ પ્રકારની સુવિધા મળશે.
આ સંબંધમાં વિગતવાર માહિતી આપતા પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે, આ ભાગ ગયા અઠવાડિયે બન્ને દૃેશો દ્વારા જાહેર કરાયેલા વચગાળાના વેપાર કરારના ફ્રેમવર્કમાં કદૃાચ સામેલ ન હોઈ શકે, પરંતુ તે અંતિમ કરારમાં ચોક્કસપણે સામેલ હશે. તેમણે કહૃાું કે, હાલમાં અમારો વેપાર કરાર તૈયાર થઈ રહૃાો છે અને જ્યારે આ વચગાળાનો કરાર અંતિમ સ્વરૂપ લેશે, ત્યારે તમને તેની દૃરેક ઝીણવટભરી વિગતો સમજામાં આવશે.
ભારત માટે પીયૂષ ગોયલનું આ નિવેદૃન અત્યંત મહત્વનું છે, કારણ કે અંતિમ કરારમાં આ જોગવાઈ ઉમેરવાથી ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત મળશે. નોંધનીય છે કે, અમેરિકા ભારતના કાપડની નિકાસ માટે સૌથી મોટું બજાર છે.
દૃેશમાંથી નિકાસ થતા કુલ કાપડ અને વસ્ત્રોના શિપમેન્ટનો ૩૦% ભાગ અમેરિકા પહોંચે છે. ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચેની ડીલ બાદૃ કાપડ ટ્રમ્પે ટેરિફ ૫૦% થી ઘટાડીને ૧૮% કરી દૃીધો હતો. જો કે, આ દૃરમિયાન સમાચાર આવ્યા હતા કે અમેરિકન કપાસમાંથી બનેલા બાંગ્લાદૃેશી વસ્ત્રો પર ઝીરો ડ્યુટી લાગશે. આનાથી એવી િંચતા વધી હતી કે, જો બાંગ્લાદૃેશી કપડાં પર કોઈ ટેક્સ નહીં લાગે, તો ભારતીય કપડાં પર ૧૮% ટેક્સ હોવાને કારણે આપણે સ્પર્ધામાં ટકી શકીશું નહીં. પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે આ કરારનું માળખું હાલમાં તૈયાર થઈ રહૃાું છે અને વચગાળાનો કરાર પૂર્ણ થયા બાદૃ તેની તમામ શરતો જાહેર કરવામાં આવશે. તેમણે દૃેશના ખેડૂતોને પણ આશ્ર્વાસન આપ્યું હતું કે આ વેપાર કરારમાંથી ૯૦ થી ૯૫ ટકા કૃષિ ઉત્પાદૃનોને બાકાત રાખવામાં આવ્યા છે, જેથી ભારતીય કૃષિ ક્ષેત્રને કોઈ નુકસાન ન થાય.સરકારના જણાવ્યા મુજબ, આ પગલાથી ભારતીય નિકાસકારોને નવી તકો મળશે અને સાથે સાથે ખેડૂતોના હિતોનું પણ પૂરતું રક્ષણ થશે. કુલ મળીને, ભારતઅમેરિકા વચ્ચેનો આ ઝીરો-ડ્યુટી સોદૃો દૃેશના કાપડ ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્ર માટે હકારાત્મક સાબિત થવાની આશા છે.

રિલેટેડ ન્યૂઝ