ફલ્લાના રહીશ નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકે ઇનોવેશન ઝોન કક્ષાએ આકર્ષણ જમાવ્યું

એક સામાન્ય પુંઠામાંથી ભુમીતીના બધા જ ભજ્ઞક્ષભયાિં સમજાવતી ખાસ ટેકનીકની શોધ કરી

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તથા શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર દ્વારા આયોજિત ઝોન કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2024-25 શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગોને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ મંચ સાબિત થયો હતો. આ ફેસ્ટિવલમાં નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશચંદ્ર શિવલાલ ધમસાણીયાએ રજૂ કરેલ અનોખું શૈક્ષણિક ઇનોવેશન ઉપસ્થિત શિક્ષકો, નિષ્ણાતો અને આયોજકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પ્રસંગે આયોજક સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવા સર્જનાત્મક પ્રયોગો શિક્ષણને વધુ અસરકારક અને જીવન સાથે જોડાયેલ બનાવે છે. શિક્ષકોમાં સંશોધનાત્મક વિચારસરણી અને નવીન અભિગમ વિકસાવવાનો આ પ્રયત્ન શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ છે શ્રી ધમસાણીયાને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની આ સિદ્ધિ નેસડા પ્રાથમિક શાળા તેમજ સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પેદા કરતી ઘટના બની છે. આ ઇનોવેશન વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ વધારશે અને પ્રયોગાત્મક શિક્ષણને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. શૈક્ષણિક ક્ષેત્રે સતત નવીનતા અને પ્રતિબદ્ધતાથી કાર્યરત એવા શિક્ષકો માટે આ ફેસ્ટિવલ પ્રેરણારૂપ બન્યો છે, જ્યારે રમેશચંદ્ર ધમસાણીયાનું ઇનોવેશન શિક્ષણમાં સર્જનાત્મકતા અને વ્યવહારુ અભિગમનું ઉત્તમ ઉદાહરણ તરીકે નોધાયું છે.

રિલેટેડ ન્યૂઝ