ટ્રમ્પના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો
યુરોપના ૧૫ દૃેશોમાંથી અત્યાર સુધી માત્ર ત્રણ દૃેશો-હંગેરી, બલ્ગેરિયા અને કોસોવોએ જ આ બેઠકમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત ’ગાઝા પીસ બોર્ડ’ની મહત્ત્વની બેઠક ૧૯ ફેબ્રુઆરીએ યોજાવાની છે, પરંતુ તે પહેલા ટ્રમ્પને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પે આ શાંતિ પહેલ માટે વિશ્ર્વના અંદૃાજે ૬૦ દૃેશોને આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઈટાલી અને સ્વીડન જેવા શક્તિશાળી દૃેશોએ આ બેઠકમાં સામેલ થવાની સ્પષ્ટ ના પાડી દૃીધી છે.
ટ્રમ્પની આ વૈશ્ર્વિક શાંતિ યોજનાને યુરોપમાં ધાર્યો પ્રતિસાદૃ મળી રહૃાો નથી, જેના કારણે બેઠકની સફળતા પર પ્રશ્ર્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
યુરોપના ૧૫ દૃેશોમાંથી અત્યાર સુધી માત્ર ત્રણ દૃેશો-હંગેરી, બલ્ગેરિયા અને કોસોવોએ જ આ બેઠકમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે.
જાન્યુઆરી ૨૦૨૬માં ટ્રમ્પે આ બોર્ડની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ મંચ ગાઝાના પુન:નિર્માણની દૃેખરેખ રાખશે અને ભવિષ્યમાં વૈશ્ર્વિક સંઘર્ષો ઉકેલવામાં મદૃદૃરૂપ થશે. જોકે, બેઠકના આડે હવે ગણતરીના દિૃવસો બાકી હોવા છતાં એશિયાના મોટા દૃેશો જેવા કે ભારત, ચીન અને જાપાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.બીજી તરફ, એશિયાઈ દૃેશોમાં પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાએ આ બેઠકમાં ભાગ લેવાના સંકેત આપ્યા છે, જ્યારે સાઉદૃી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત(ેંછઈ)એ હજુ સુધી કોઈ મંજૂરી આપી નથી. આમ, ટ્રમ્પની આ મહત્ત્વાકાંક્ષી યોજનાને શરુઆતથી જ મોટા દૃેશોના વિરોધ અને ઉદૃાસીનતાનો સામનો કરવો પડી રહૃાો છે.
