આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ખોટા ઉપયોગથી હવે સુપ્રીમ કોર્ટ પણ પરેશાન થઈ ગઈ છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો હતો કે, વકીલો દ્વારા છૈં ની મદૃદૃથી તૈયાર કરવામાં આવેલી અરજીઓમાં એવા ચુકાદૃાઓના સંદૃર્ભો આપવામાં આવી રહૃાા છે, જે વાસ્તવમાં ક્યારેય લેવાયા જ નથી એટલે કે તે સંપૂર્ણપણે નકલી છે. આ મુદ્દો ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેંચમાં ઉઠ્યો હતો. જેમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ બી.વી. નાગરત્ના પણ સામેલ હતા.
સીજેઆઈ સૂર્યકાંતે છૈં દ્વારા તૈયાર કરાયેલી અરજીઓ અને તેમાં ટાંકવામાં આવેલા નકલી ચુકાદૃાઓ અંગે કહૃાું હતું કે, “અમે એ વિચારીને પરેશાન છીએ કે કેટલાક વકીલોએ છૈં થી ડ્રાટિંગ કરવાનું શરૂ કરી દૃીધું છે. આ અત્યંત ગંભીર અને ખોટું છે.” આ દૃરમિયાન જસ્ટિસ નાગરત્નાએ ઉમેર્યું હતું કે, તેમને તાજેતરમાં એક ’મર્સી વિરુદ્ધ મેનકાઈન્ડ’ ચુકાદૃાનો સંદૃર્ભ મળ્યો હતો, જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી.સીજેઆઈ સૂર્યકાંતે વધુમાં જણાવ્યું હતું કે આવી જ એક ઘટના જસ્ટિસ દૃીપાંકર દૃત્તાની કોર્ટમાં પણ બની હતી. તેમણે કહૃાું કે, “એક નહીં પરંતુ અનેક એવા ચુકાદૃાઓ ટાંકવામાં આવ્યા જે નકલી હતા.” જસ્ટિસ નાગરત્નાએ અન્ય એક કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ઘણી વખત ચુકાદૃાનો સંદૃર્ભ સાચો હોય છે, પરંતુ તે ચુકાદૃા વિશે જે ’કોટ’ આપવામાં આવ્યા હોય છે તે નકલી હોય છે. આના કારણે જજો પર કામનું ભારણ વધ્યું છે કારણ કે તેમણે દૃરેક સંદૃર્ભની સત્યતા તપાસવી પડે છે.
