ગુજરાતના નાણામંત્રી કનુ દૃેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દૃેસાએ કહૃાું કે, ખેતી અને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે રૂ.૧૫૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કુદૃરતી આફતો સમયે ખેડૂતોને રાહત મળે તે માટે કૃષિ રાહત પેકેજ હેઠળ રૂ.૧૧,૦૦૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદૃી અંતર્ગત ૯.૫૦ લાખ ખેડૂતો પાસેથી અંદૃાજે રૂ.૧૮,૦૦૦ કરોડની કૃષિ ઉપજ ખરીદૃવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માર્કેિંટગ અને પ્રમાણપત્ર સહાય માટે રૂ.૩૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ પાકોને ધ્યાનમાં રાખીને ૬ નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાના પણ એલાન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેિંસગ માટે ૬ સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે રૂ.૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ
હ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં રૂ. ૪૨૭૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હ સામાજિક નિગમો માટે બજેટમાં રૂ. ૮૯૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હ આરોગ્યમાં પ્રધાનમંત્રી આરોગ્ય અને માં અમૃતમ યોજના માટે રૂ. ૩૪૭૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હ મત્સ્યોધ્યોગ માટે રૂ. ૧૩૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હ કિસાન ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહાય આપવા બજેટમાં રૂ. ૧૫૩૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હ ્ૈૈંં કરતી મહિલાઓ માટે નવી યોજના નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે રૂ. ૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હ રાજ્યના મહત્વના સ્થળોને જોડતા અને દ્વારકા સોમનાથ એક્સપ્રેસ હાઈવે માટે રૂ. ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હ રાજ્યના શહેરી વિસ્તારોમાં વીજવાયરો અંડર ગ્રાઉન્ડ કરવા રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હ વર્ષ ૨૦૨૬ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.
હ સોમનાથ અને શિવરાજપુરના વિકાસ માટે રૂ. ૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
